સુરતના વેપારીને લટ્ટુ કરીને કાંડ કરવા વાળી મુખ્ય મહિલા ઝડપાઈ, ઘરે બોલાવી બધું કઢાવ્યું અને પછી કર્યુ એવું કે…

ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર યુવતિઓ અને મહિલાઓ દ્વારા યુવક કે કોઇ આધેડને ફસાવી તેમને બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવવામાં આવતા હોય છે. કેટલીકવાર પીડિતને પહેલા જ છેતરાયાનો અહેસાસ થતા તે પોલિસ પાસે જતો હોય છે તો કેટલીકવાર આરોપીઓ દ્વારા પૈસા પડાવ્યા બાદ તે પોલિસ પાસે જાય છે. જો કે, હાલમાં સુરતના મોટા વરાછામાં એક વેપારીને હનીટ્પેમાં ફસાવનાર ગેંગની એક મહિલા ઝડપાઇ છે. તેણે પીડિત વેપારીને વાતોમાં ફસાવ્યા અને તેમને ઘરે બોલાવી પૂર્વ આયોજિત રીતે કપડાં કઢાવી ફોટા પાડ્યાં.

તે બાદ તેણે પીડિતને ધમકી આપી 1.10 લાખની માંગણી કરી. જો કે, વેપારીએ ચાલાકી વાપરી અને તે રૂપિયા કાઢવાના બહાને સફળતાપૂર્વક ત્યાંથી ભાગી પોલીસ પાસે પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી. આ મામલે પોલિસે મુખ્ય મહિલા આરોપીને પકડી પાડી. સુરતમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. અવાર નવાર હત્યા, લૂંટપાટ, છેતરપિંડી સહિત બ્લેકમેલિંગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ ઉપરાંત રાજ્યભરમાંથી હનીટ્રેપના કિસ્સા સામે આવી રહ્યા છે, જે કેટલાક સમયથી થમવાનું નામ નથી લઇ રહ્યા.

ત્યારે સુરતમાં સાબુના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા ઝડપાઇ છે અને આ કેસમાં પહેલા આરોપીનો પતિ સહિત બે લોકો ઝડપાઈ ચુકયા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના મોટા વરાછા સ્થિત સુમન નિવાસમાં રહેતી સોનલ સાવલિયાએ પીડિત સાબુના વેપારી સાથે ફોન પર મિત્રતા કરી તેને ઘરે બોલાવ્યો અને પછી પતિ તેમજ મળતિયા દ્વારા પાંચ લાખ રૂપિયા પડાવવા માટે હનીટ્રેપનું કાવતરુ ઘડ્યુ. મહિલાના પતિએ વેપારીને મારી પત્ની સાથે શું કરે છે તેમ કહી માર માર્યો,

 

પછી આરોપીના પતિ સહિત બે લોકોએ વેપારીને એક રૂમમાં પૂરી પાંચ લાખની માગણી કરી. તે બાદ 1.10 લાખમાં સમાધાન થયું. જો કે, 25000 રૂપિયા પડાવ્યા બાદ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સોનલ સાવલિયાની ધરપકડ કરી છે. આ બાબતે હવે વધુ પૂછપરછ થતા તેણે બીજા કોની કોની સાથે આવું કરી રૂપિયા પડાવ્યા છે તેનો પણ ખુલાસો થશે.

Shah Jina