રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કર્યા બાદ અંનત અંબાણી પહોંચ્યો જગન્નાથની શરણમાં, કહ્યું, “આશીર્વાદ મેળવીને ધન્ય થઇ ગયો !” જુઓ તસવીરો

વાહ સંસ્કાર હોય તો આવા, રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ બાદ જગન્નાથ ધામ પહોંચ્યો અનંત અંબાણી, કહ્યું, “ભગવાન જગન્નાથના આશીર્વાદ અમારા પર વરસતા રહે !”

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઈ હાલમાં જ દેશના એક પ્રમુખ ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે થઇ, સગાઇની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી જેમાં બોલીવુડના ઘણા બધા સિતારાઓ પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત સગાઈની જાહોજલાલી પણ લોકો તસ્વીરોમાં માણી.

ત્યારે હવે સગાઈ બાદ અંનત અંબાણી મંગળવારના રોજ ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવાં અંતે ભુવનેશ્વર એરપોર્ટ પહોંચ્યો હતો. ભુવનેશ્વરથી તે કડક સુરક્ષા વચ્ચે પુરી માટે રવાના થયો હતો. પુરી પહોંચીને તેમને ભગવાન જગન્નાથના મંદિરમાં પૂજા અર્ચના કરી. સાથે જ ભગવાનના આશીર્વાદ પણ લીધા હતા. જગન્નાથ મંદિરમાંથી બહાર આવ્યા બાદ અનંત અંબાણીએ મીડિયા સાથે પણ વાત કરી હતી.

અનંત અંબાણીએ જણાવ્યું હતું કે “મને ખુશી છે કે મેં ભગવાન જગન્નાથના દર્શન કર્યા. આજે હું ભગવાન જગન્નાથના દર્શન કરીને ધન્ય અનુબવી રહ્યો છું. તેમના આશીર્વાદ અમારા પર વરસતા રહે.” જિલ્લા પ્રસાશન અને જગન્નાથ મંદિર પ્રશાસન દ્વારા અનંત અંબાણી શાંતિથી દર્શન કરી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મંદિરમાં દર્શન કર્યા બાદ મોડી સાંજે તે મુંબઈ પરત જવા રવાના થયો હતો.

તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારને જગન્નાથ ધામમાં પણ ખુબ જ આસ્થા છે. આ ઉપરાંત અંબાણી પરિવાર પ્રસંગોપાત વિવિધ મંદિરોમા દર્શન કરવા માટે પણ જતો હોય છે અને ત્યાં કરોડોના દાન પણ કરે છે. એન્ટિલિયામાં યોજાયેલા સગાઈના પ્રસંગમાં પણ પરિવારે હિન્દૂ રીતિ રિવાજોનું સંપૂર્ણ પાલન પણ કર્યું હતું. જયારે રાધિકા ઘરમાં પ્રવેશી ત્યારે નીતા અંબાણીએ આરતી ઉતારીને તેનું સ્વાગત કર્યું હતું.

Niraj Patel