WhatsApp માં આવ્યુ ખૂબ જરૂરી પ્રાઇવસી ફીચર, હવે કોઇ નહિ લઇ શકે DPનો સ્ક્રીનશોટ !

WhatsApp લાવ્યુ ગજબનું ફીચર, પ્રોફાઇલ ફોટો લગાવવની અસલી મજા તો હવે આવશે ! જાણો આ નવી સુવિધા વિશે

WhatsApp ના સૌથી સારા ફિચર્સમાંથી એક તેની પ્રોફાઈલ ઈમેજ છે. સામાન્ય ભાષામાં તેને ડીપી અથવા ડિસ્પ્લે પિક્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફીચર એટલું લોકપ્રિય છે કે તેના માટે માર્કેટમાં ઘણી એપ્સ ઉપલબ્ધ છે. યુટ્યુબ પર સારા ડીપી બનાવવાના ઘણા ટ્યુટોરિયલ્સ છે. ત્યારે આને લઇને એક મહત્વની ખબર સામે આવી રહી છે.

મેટા-માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મે DP સ્ક્રીનશોટ બ્લોકિંગ ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. જો કે એપ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કેટલાક યુઝર્સ એપના સ્ટેબલ વર્ઝનમાં ફીચર જોઈ રહ્યા છે. WhatsAppમાં કોઈ પણ વ્યક્તિ પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં. આ માટે કંપની જલ્દી જ એપમાં ‘સ્ક્રીનશોટ બ્લોકિંગ – પ્રોફાઇલ ફોટો’ ફીચર લાવવા જઈ રહી છે.

આ ફીચરમાં યુઝર તેની પ્રોફાઈલ પિક્ચર બ્લોક કરી શકશે. આ સાથે કોઈ પણ વ્યક્તિ પરવાનગી વિના પ્રોફાઇલ પિક્ચરનો સ્ક્રીનશૉટ લઈ શકશે નહીં. WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsAppએ આ ફીચર એન્ડ્રોઈડ બીટા ટેસ્ટર્સ માટે લોન્ચ કર્યું છે. પરીક્ષણ કર્યા પછી તે નવા અપડેટમાં તમામ વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવશે. સુવિધાનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાઓએ અપડેટ વર્ઝન 2.24.4.25 ઇન્સ્ટોલ કરવું પડશે.

કંપની યૂઝરની પ્રાઈવસી વધારવા માટે આ ફીચર લાવી રહી છે વોટ્સએપે લગભગ 5 વર્ષ પહેલા અન્ય યુઝર્સના પ્રોફાઈલ ફોટો સેવ કરવાનો ઓપ્શન હટાવી દીધો હતો, પણ સ્ક્રીનશોટ લઈ શકાતો હતો. જો કે હવે નવું ફીચર આવ્યા પછી પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ જો કોઇ લેશે તો તેને એક ચેતવણી સંદેશ દેખાશે (can’t take a screenshot due to app restrictions).

Shah Jina