ફિલીપાઈન્સથી સાત સમુદ્ર પાર કરી 10 પાસ દિવ્યાંગ સાથે લગ્ન કરવા ગોરી આવી સુરત, બની સુરતની વહુ

વાહ, ખુબ ખુબ બધાઈ….હજારો કિલોમીટરથી વિદેશી યુવતી આવી પહોંચી ગુજરાતના સુરતમાં, 10 પાસ પાન વાળા દિવ્યાંગ ભાઈ સાથે કર્યા લગ્ન…જુઓ તસવીરો

એવું કહેવાય છે કે, વિધિના લેખ કોઈ બદલી શકતું નથી. ભગવાને ભાગ્‍યમાં લખેલો જીવનસાથી ગમે ત્યાં હોય, તે કોઈને કોઈ રીતે તો મળી જ જાય છે. આ જ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા ઘણા સમયમાં ઘણી એવી પ્રેમ કહાનીઓ સામે આવી છે, જેમાં લગ્ન કરવા માટે કોઇવાર વિદેશી ગોરી સાત સમુદ્ર પાર કરી ભારત આવી છે

તો ઘણીવાર વિદેશી છોકરાને ભારતની યુવતિ સાથે પ્રેમ થઇ ગયો હોય. ત્યારે હાલમાં જ કેટલાક દિવસ પહેલા એક કહાની સામે આવી હતી, જેમાં સાત સમંદર પાર કરી એક વિદેશી ગોરી ગુજરાતના સુરતના એક દિવ્યાંગ છોકરા સાથે પરણવા આવી હતી. સોશિયલ મીડિયા ફેસબુક પર થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમ્યા બાદ ફિલિપાઇન્સની વિદેશી ગોરી સુરતના 10 પાસ દિવ્યાંગ યુવક માટે પોતાનો દેશ છોડીને ભારત આવી ગઇ.

ત્યારે હવે આ કપલે લગ્ન કરી પ્રભુતામાં પગલા પાડ્યાં છે. સુરત અને સૌરાષ્ટ્રથી આવેલા સગા સંબંધી આ લગ્નના સાક્ષી બન્યા હતા અને લોકોએ આ નવયુગલને આશિર્વાદ આપ્યા હતા. જણાવી દઇએ કે, રેબેકાનો ફિલિપિન્સમાં જે પરિવાર છે, તેમને વિઝા ન મળ્યો હોવાને કારણે તેઓ લગ્નમાં ન આવી શક્યા.

પરંતુ રેબેકાના માતા પિતા જાણે કલ્પેશના નાના બહેન બન્યા હોય તે રીતે ઈલાબેન અને તેમના પતિ દિપકભાઈએ કન્યાદાન કર્યું હતું. જ્યારે લગ્નમાં ફેરા ફરવાનો વારો આવ્યો તે ક્ષણ ખૂબ જ ખાસ હતી. કલ્પેશભાઈની અર્ધાંગિની રેબેકાએ લગ્નમાં ફેરા ફરતી વખતે જ પોતાની જવાબદારી ઉપાડી લીધી અને રેબેકાએ ચાલુ લગ્નમાં ફેરા ફરતી વખતે દિવ્યાંગ કલ્પેશભાઇની સાયકલને પાછળથી પકડી હતી. આ દ્રશ્ય જોઈને તો ત્યાં હાજર સૌ કોઈ ગદગદીત થઈ ગયું હતું.આ લગ્ન એટલા માટે ખાસ હતા

કારણ કે સપ્તપદીના ફેરા ફરતા પહેલા મતદાન માટે જાગૃત્ત બનવા અને આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન કરવા સંકલ્પ ગ્રહણ કરાવ્યા હતા. ત્યાં હાજર સૌ મહેમાનોએ પણ આને વધાવી લીધો હતો. અને સૌ ઉત્સાહથી શપથમાં જોડાયા હતા. સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલ BRTS રોડ નજીક સિલ્વર બિઝનેસ હબની સામે કલ્પેશભાઈ કાછડિયા ઉર્ફે ક્લેક્ટર રસ્તા પર પાનની કેબિન ચલાવે છે.

તેઓ જન્મથી જ બન્ને પગથી દિવ્યાંગ છે. તેઓની ઉંમર હાલ 43 વર્ષ જેટલી છે. મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના લાઠીના આસોદર ગામના કલ્પેશભાઈએ ધોરણ 10 સુધીનો માંડ અભ્યાસ કર્યો છે. સાવરકુંડલાની હોસ્ટેલમાં રહીને વધુ અભ્યાસમાં દિવ્યાંગતાની તકલીફ નડતાં તેઓએ ગામમાં જ પાનની દુકાન શરૂ કરી અને છેલ્લાં આઠેક વર્ષથી તે સુરતના યોગીચોક ખાતેની યોગેશ્વર સોસાયટીના બી-વિભાગના 52 નંબરના મકાનમાં રહે છે.

પોતાની લવસ્ટોરી અંગે તેમણે જણાવ્યું કે, તેમને નાનપણથી પાન-માવાની દુકાનનો શોખ હતો. પરિવારમાં બે બહેનો અને એક ભાઈ કરતાં તેઓ સૌથી મોટા હતા, પરંતુ દિવ્યાંગતાના કારણે તેમને લગ્નના વિચારો નહોતા આવતા. તેમના નાનાં ભાઈ-બહેનોનાં લગ્ન થઈ ગયાં છે. તે તેમના કામકાજ સાથે જ સંકળાયેલા રહેતા. તેમણે જણાવ્યુ હતુ કે,

વર્ષ 2017માં ફેસબુક પર રેબેકા ફાયોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી અને પછી ફ્રેન્ડશિપ એક્સેપ્ટ કર્યા બાદ તેમની વચ્ચે દોસ્તી દિવસે દિવસે વધુ ગાઢ બનતી ગઈ. કલ્પેશભાઈ કહે છે કે, તેમને ફિલિપિન્સની ભાષા તો ઠીક પરંતુ અંગ્રેજી પણ નહોતું આવડતું. રેબેકાના મેસેજ અંગ્રેજીમાં આવે એટલે થોડા દિવસો મિત્રો સાથે કે ગ્રાહકો પાસેથી ઉકેલ લાવવા પ્રયત્ન કરતો હતો. પરંતુ બાદમાં ગૂગલ ટ્રાન્સલેટની મદદથી વાત થવા લાગી. આવી રીતે તેમની વચ્ચે ભાષાનું જે બંધન હતું તે તૂટી ગયું અને એકબીજા સાથે ચેટ કરતાં થઈ ગયાં. ઉલ્લેખનીય છે કે, ફિલિપિન્સની રેબેકાનાં વર્ષો પહેલાં લગ્ન થયાં હતાં. તેના પતિનું અકસ્માતમાં મોત થયું હતું. તેને સંતાનમાં એક દીકરો પણ છે. જે સાત વર્ષનો છે. પરિવારમાં ત્રણ ભાઈઓ પણ છે. જે તમામે રેબેકાને કલ્પેશ સાથે લગ્ન માટે મંજૂરી આપી હતી અને તે બાદ તેઓએ લગ્ન કર્યા.

Shah Jina