રોજ-રોજના ટોર્ચરથી કંટાળી પતિએ રચી ખૌફનાક સાજિશ, સીધી દેખાતી પત્નીએ પતિનો કર્યો એવો હાલ કે સાંભળીને ફફડી જવાશે

રોજ-રોજના ટોર્ચરથી સારું વિધવાનું જીવન : હોશિયારી કાતિલ પત્નીએ કરાવી પતિની હત્યા, અંદરના મોટા મોટા ખુલાસા થયા હવે

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના ચકચારી કિસ્સાઓ સામે આવે છે. જેમાં ઘણીવાર એવું બને છે કે કોઇ અંગત અદાવતમાં હત્યા કરી દે છે તો ઘણીવાર કોઇ પતિ-પત્ની વચ્ચે મતભેદ કે કોઇ વાતને લઇને અથવા અવૈદ્ય સંબંધોને લઇ કે પછી અત્યાચારને લઇને પણ પણ આવી ઘટના બનતી રહે છે. ત્યારે ઉત્તર પ્રદેશના મેરઠમાં પ્રદીપ શર્માની હત્યાનો કેસ ઘણો ચકચારી હતો, જેમાં ઘણા મોટા ખુલાસા થયા છે. પોલીસે એન્કાઉન્ટરમાં બે શૂટરોને પકડી લીધા હતા, ત્યારે પત્ની દ્વારા ઘડવામાં આવેલા ડરામણા કાવતરાનો પણ સનસનીખેજ ખુલાસો થયો હતો.

શાસ્ત્રીનગર એલ બ્લોક પોલીસ ચોકીથી માત્ર 500 મીટર દૂર સેક્ટર-13માં બુધવારે સવારે 11:15 વાગ્યે પ્રદીપ શર્માની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પ્રદીપના પિતા દેવેન્દ્ર શર્માએ પુત્રવધૂ નીતુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન નીતુએ શૂટર્સ સમીર અને મનીષના નામ આપ્યા હતા. પૂછપરછ દરમિયાન પત્ની નીતુએ જણાવ્યું કે પ્રદીપ દરરોજ દારૂના નશામાં આવતો હતો અને તેને ટોર્ચર કરતો હતો. તેણે જણાવ્યું કે પ્રદીપ દારૂના નશામાં તેને મારતો હતો. નીતુએ કહ્યું કે તે પ્રદીપથી નારાજ થઈ ગઈ.

જેના કારણે તેણે પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને શૂટરોને રૂ. 1.50 લાખની સોપારી આપી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે ઘટના સમયે નીતુએ રાત્રે તેના જ ઘરે શૂટર્સને સૂવડાવ્યા હતા.આ સાથે જ સવારે હાથમાં પિસ્તોલ આપતાં કહ્યું કે, પતિ કોઈ પણ સંજોગોમાં બચે નહિ. આ કામ માટે નીતુએ 30 હજાર રૂપિયા એડવાન્સ આપ્યા અને કહ્યું કે કામ પૂરું થતાં જ 1.20 લાખ રૂપિયા મળી જશે. પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો કે સવારે પહેલા નીતુએ બંને શૂટરોને તેના ઘરે નાસ્તો કરાવ્યો અને પછી ગુનાને અંજામ આપવા મોકલ્યા.

જો કે, ગુનાને અંજામ આપ્યા બાદ શૂટરો સરળતાથી નાસી છૂટ્યા હતા. આ સનસનાટીભર્યા બનાવની જાણ થતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. બાતમીદારની સૂચના પર ગુરુવારે સવારે પોલીસે શતાબ્દીનગર સેક્ટર-6માં બંને આરોપીઓને ઘેરી લીધા હતા. શૂટરોએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. આ પછી, પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી અને શૂટરો પર ગોળીબાર કર્યો, જેમાં સમીરને પગમાં વાગ્યુ હતુ. ગોળી વાગતા જ તે જમીન પર પડી ગયો.

જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. તેના થોડા સમય બાદ પોલીસે શૂટર મનીષને પણ ઝડપી લીધો હતો. જણાવવામાં આવ્યું હતું કે પ્રદીપ તેની પત્ની નીતુ પર વારંવાર ગેરકાયદેસર સંબંધ હોવાનો આરોપ લગાવતો હતો. જોકે, પ્રદીપ અને નીતુ વચ્ચે પ્રોપર્ટીને લઈને ઝઘડો થયો હતો. પ્રદીપ કહેતો હતો કે તે તેની હત્યા થઇ શકે છે. ત્રણ મહિના પહેલા પ્રદીપને ગોળી પણ મારવામાં આવી હતી. આમ છતાં પોલીસે તેની વાત સાંભળી નહીં. કિઠોરના ખેડકી ગામના નિવાસી અમિત કુમારનું નીતુના ત્યાં આવવા જવાનું હતુ. નીતુએ બે મહિના પહેલા અનિત અને સમીરને પોતાના ઘરે બોલાવ્યા અને કહ્યુ કે,

તમે લોકો પ્રદીપને મારી નાખો, હું તમને 1.50 લાખ રૂપિયા આપીશ. પ્રદીપ અને તેના પિતા જમીન વેચી રહ્યા છે. મને તેની પાસેથી કોઈ પૈસા મળતા નથી. ઇજાગ્રસ્ત સમીરે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે છ મહિના પહેલા સુધી નીતુના ઘરમાં ભાડૂઆત હતો. પોલીસની પૂછપરછ દરમિયાન સમીર અને મનીષે ભવાનપુરમાંથી ચોરાયેલી બાઇકનો બનાવ સમયે ઉપયોગ કર્યો હોવાનું ખુલ્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે નીતુ અને તેનો મિત્ર અનિત કુમાર તેમજ મામેરો ભાઇ દીપાંશુ હત્યાના કાવતરામાં સામેલ છે.

એસપી ક્રાઈમનું કહેવું છે કે નીતુના પિતરાઈ ભાઈ દીપાંશુ અને અનિત કુમાર હજુ પણ ફરાર છે. પોલીસે દીપાંશુના ગામ શબગા, બાગપતમાં પણ દરોડા પાડ્યા હતા, પરંતુ તે પકડાયો ન હતો. આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે. મીડિયા અહેવાલ અનુસાર, એવુ પણ સામે આવ્યુ છે કે, પ્રદીપ નીતુનો બીજો પતિ હતો, જે સંબંધમાં તેનો દિયર પણ હતો. તેના પહેલા પતિના મોત બાદ નીતુ શર્માએ તેના દિયર પ્રદીપ સાથે લગ્ન કર્યા હતા.

Shah Jina