7 વર્ષના લગ્ન જીવનમાં આવેલી કડવાશને દૂર કરવા ફેમિલી કોર્ટમાં થયું સમાધાન, બહાર નીકળીને જ પતિએ પત્નીની હત્યા કરી

ગુજરાત સમેત દેશભરમાં હત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, ઘણા લોકો અંગત અદાવતમાં તો કોઈ દુશ્મનીના કારણે પણ કોઈને મોતને ઘાટ ઉતારી દેતું હોય છે. પતિ પત્ની વચ્ચે થતા ઝઘડામાં પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે, ત્યારે હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેણે ચકચારી જગાવી છે. ફેમિલી કોર્ટની અંદર પતિ પત્નીના આંતરિક ઝઘડાનું સમાધાન થયું અને કોર્ટની બહાર નીકળીને જ પતિએ પત્નીની ગળું કાપી અને હત્યા કરી નાખી હતી.

આ મામલો સામે આવ્યો છે કર્ણાટકથી. જ્યાંની ફેમિલી કોર્ટમાં એક વ્યક્તિએ તેની પત્નીનું ગળું કાપી નાખ્યું. બંનેએ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. કાઉન્સેલિંગ સેશનમાં પતિ-પત્નીને બોલાવવામાં આવ્યા હતા. કાઉન્સેલિંગ દરમિયાન, જ્યારે બંનેને થોડા દિવસો માટે સાથે રહેવાનો આદેશ આપવામાં આવ્યો, તે પછી પતિએ બધાની સામે પત્નીનું ગળું કાપી નાખ્યું. હત્યા કર્યા બાદ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. બીજી તરફ સારવાર દરમિયાન પત્નીનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

શિવકુમાર અને તેની પત્ની ચૈત્રાએ હસન જિલ્લાની હોલેનસીપુરા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. છૂટાછેડાની સુનાવણી દરમિયાન કોર્ટ બંનેનું કાઉન્સેલિંગ કરી રહી હતી. બંનેને રવિવારે ફેમિલી કોર્ટમાં કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. એક કલાક ચાલેલા સેશન પછી ચૈત્રા બહાર આવી અને વોશરૂમમાં ગઈ. તેનો પતિ શિવકુમાર પણ તેની પાછળ ગયો. શિવકુમારે પાછળથી કુહાડી વડે તેને ગળા પર ઘા માર્યો હતો. માર્યા બાદ તે ત્યાંથી ભાગવા લાગ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

લોહીથી લથબથ ચૈત્રા રડવા લાગી. તેની હાલત જોઈને લોકો દોડી આવ્યા ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. બીજી તરફ, કોર્ટ પરિસરમાં જ કેટલાક લોકોએ શિવકુમારને ભાગતા સમયે પકડી લીધો હતો. આરોપી પતિને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. બીજી તરફ, ચૈત્રા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ઘણું લોહી વહી ગયું હતું. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શ્વસન માર્ગમાં કાપને કારણે તેને કૃત્રિમ શ્વાસોચ્છવાસ પર મૂકવામાં આવી હતી. સારવાર દરમિયાન ચૈત્રાનું મોત થયું હતું. તબીબોના જણાવ્યા અનુસાર તેના ગળામાં ઊંડો ઘા હોવાથી ઘણું લોહી વહી રહ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. આરોપી શિવકુમાર વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે તે વ્યક્તિ કેવી રીતે કોર્ટ પરિસરમાં હથિયાર લાવવામાં સફળ થયો. હસનના એસપી હરિરામ શંકરે જણાવ્યું કે આ ઘટના કોર્ટ પરિસરમાં બની હતી. અમે તેને અમારી કસ્ટડીમાં લીધો છે. તેણે ગુનામાં જે હથિયારનો ઉપયોગ કર્યો હતો તે અમે કબજે કરી લીધું છે.

Niraj Patel