જૂનાગઢમાં 3 શ્વાને બે વર્ષના બાળક પર કર્યો હુમલો, એકનો એક દીકરો છીનવતા જ પરિવાર રડી રડીને અડધો થઇ ગયો

ગુજરાતમાંથી ઘણીવાર શ્વાનના કારણે કોઇને ગંભીર ઇજા પહોંચવાના તો કોઇનો જીવ જોખમમાં મૂકાવાના ઘણા કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર શ્વાનને કારણે કોઇએ જીવ ગુમાવવો પણ પડતો હોય છે. ત્યારે હાલમાં જૂનાગઢમાંથી આવી ઘટના સામે આવી છે. જેમાં માણાવદર પંથકમાં બે વર્ષના માસૂમ બાળકને ત્રણ શ્વાને ફાડી ખાધો હોવાની ઘટના બની છે. આ ઘટનાને લીધે આખા પંથકમાં અરેરાટી છવાઇ ગઇ હતી. બાળકને સારવાર માટે જૂનાગઢની રેફરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, પરંતુ તેનું મોત થયુ હતુ.

જણાવી દઇએ કે, છોટાઉદેપુરના નાનાવટા ગામનો પરિવાર જૂનાગઢના માણાવદર પંથકના ગણા ગામે મજૂરી અર્થે આવ્યો હતો. એમાં જગદીશ રાઠવાનો 2 વર્ષનો રવીન્દ્ર નામનો પુત્ર ઘર પાસે જ રમતો હતો ત્યારે 3 શ્વાન આવી ચડ્યા અને તેને ફાડી ખાધો હતો. શ્વાસના ભસવાના અવાજમાં બાળકનો અવાજ દબાઇ ગયો જેને કારણે કોઇને ખબર પડી નહિ.

જો કે, બાળકના પિતાની નજર પડતાં તેમણે દોટ મૂકી હતી બાળકને બચાવવાનો પ્રયતન્ કર્યો હતો. જો કે, સારવાર મળે એ પહેલાં જ એકનો એક પુત્ર મોતને ભેટ્યો હતો.માણાવદર ફરજ પરના ડોક્ટરે બાળકના મૃતદેહને જામનગર પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. જે બાદ પરિવાર તેના દેહને લઇને વતન ગયો હતો. નાના અમથા માસૂમ બળકના નિધનથી પરિવારમાં પણ શોક છવાયો છે. આ ઘટના બાદ ગામ લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ રાજકોટમાંથી આવી ઘટના સામે આવી હતી. 9 માસનું બાળક જ્યારે ઘોડિયામાં સુતુ હતુ ત્યારે શ્વાને તેને બચકા ભરતા તેનું મોત થયું હતુ. ઢેબચડા ગામની સિમમાં આ કરુણ ઘટના બની હતી. હડકાયાં કૂતરાએ બચકા ભરતા લોહી લુહાણ હાલતમાં સાહિલને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં લાવવામાં હતો. જોકે સારવાર દરમિયાન 9 માસના બાળક સાહિલનું મોત નિપજ્યું.

Shah Jina