83 વર્ષની ઉંમરમાં પિતા બન્યા આ વૃદ્ધ, 35 વર્ષની પત્નીએ આપ્યો ક્યુટ દીકરાને જન્મ

દાદાજીની ઉંમરમાં 50 વર્ષની નાની છોકરી સાથે કર્યા લગ્ન, 83 વૃદ્ધ બન્યો પિતા…હવે આ ડરથી ફફડી ઉઠ્યો

છેલ્લા ઘણા સમયથી આપણે એવા એવા કિસ્સાઓ સાંભળી રહ્યા છીએ કે કોઇ યુવકે વૃદ્ધ મહિલા સાથે લગ્ન કર્યા તો કોઇ યુવતિએ આધેડ સાથે લગ્ન કર્યા. હજી તો તાજો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક છોકરીએ કે જે 25-30 વર્ષની હતી તેણે 56 વર્ષિય કરોડપતિ સાથે લગ્ન કર્યા છે. જો કે, તે યુવતિએ ખુલાસો કર્યો હતો કે તેણે પૈસા માટે લગ્ન નથી કર્યા. ત્યારે હાલ એક વૃદ્ધ વ્યક્તિએ ખુલાસો કર્યો કે તે 83 વર્ષની ઉંમરે પિતા બન્યો છે.

આ વ્યક્તિનું નામ અલ્બર્ટો કોર્મિલિયટ છે, તે વ્યવસાયે ન્યુટ્રિશન એક્સપર્ટ છે. તેમની પત્ની તેની ઉંમર કરતાં અડધાથી પણ ઓછી છે, તેનું નામ એસ્ટેફાનિયા પાસક્વિની છે અને તેની ઉંમર 35 વર્ષ છે. ફર્ટિલિટી ટ્રીટમેન્ટ બાદ એસ્ટેફાનિયા પ્રેગ્નેટ થઈ. જો કે, અલ્બર્ટોની ઉંમર ઘણી થઈ ગઈ છે. પરંતુ તેમને વિશ્વાસ છે કે તેઓ તેમના પુત્ર એમિલિયોનો સારી રીતે ઉછેર કરી શકશે. તેમણે કહ્યું, ‘હું સારી રીતે જાણું છું કે જીવન અનંત નથી.

પરંતુ આ નાનું બાળક અહીં છે અને જ્યાં સુધી સમય છે ત્યાં સુધી હું તેની સાથે રહીશ. અલ્બર્ટોએ કહ્યું, આ જ કારણ છે કે તે દરરોજનો સંપૂર્ણ આનંદ માણે છે, જીવનની ટૂંકા ગાળાની યોજનાઓ બનાવે છે. ભવિષ્ય વિશે વિચારતા, આલ્બર્ટો કહે છે કે તે તેમના પુત્ર માટે ઓડિયો સંદેશાઓ રેકોર્ડ કરી રહ્યો છે. જેથી તે ભવિષ્યમાં તેમને સાંભળી શકે. જો કે તે હજી બાળક છે, તેની પાસે એક ફોન નંબર છે, જેમાં વોટ્સએપ છે, જેમાં તે ઓડિયો મેસેજ રેકોર્ડ કરે છે અને વીડિયો મેસેજ પણ મોકલે છે.

જો કે, કપલે તેમના 9 મહિનાના પુત્રને ચાઇનીઝ ભાષા શીખવવા માટે એક ટ્યુટર પણ રાખ્યો છે. અલ્બર્ટોએ કહ્યું કે તે તેને ચાઇનીઝ શીખવી રહ્યા હતા કારણ કે તે ભવિષ્યની ભાષા હતી. અલ્બર્ટોને બે પુત્રો છે, રેની અને એડ્રિયન. ત્યાં તેને ત્રણ પૌત્રીઓ છે. તેમની પ્રથમ પત્ની મોનિકા આર્બોર્ગાસ્ટનું 2017માં અવસાન થયું હતું. અલ્બર્ટો આર્જેન્ટીનાનો છે.

વર્ષ 2012માં તેમને કોલોન કેન્સર હોવાનું નિદાન થયું હતું. પરંતુ સર્જરી બાદ તેની ગાંઠ કાઢી નાખવામાં આવી હતી. અલ્બર્ટોએ કહ્યું, ‘ભલે મારી પાસે હવે ટૂંકું જીવન છે, પરંતુ હું તેને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું’. અલ્બર્ટો હવે તેના બાકીના જીવન માટે તેના પુત્ર માટે સોનેરી યાદો છોડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે તેથી જ તે વધુને વધુ સમય વિતાવે છે.

જેથી પુત્ર તે યાદોને જીવનભર સાચવી શકે. અલ્બર્ટોએ જણાવ્યુ કે તે વસ્તુઓને નાટક નથી બનાવી રહ્યો, પરંતુ તે માત્ર જીવનની વાસ્તવિકતાને રેકોર્ડ કરે છે અને તેને તેના પુત્ર માટે સાચવે છે. તેમણે તેના પુત્ર માટે એક ફોન ખરીદ્યો અને તેમાં તે વોટ્સએપ સંદેશાઓમાં ઓડિયો અને વિડિયો સંદેશાઓ રેકોર્ડ કરે છે.

Shah Jina