જ્યાં એક રન લેવાના પણ ફાંફા હતા ત્યાં થઇ ગઈ એવું ભૂલ કે પીચની આજુબાજુ જ બોલ ફરતો રહ્યો અને બેટ્સમેને લઇ લીધા 3 રન, જુઓ મજેદાર વીડિયો

ક્રિકેટની રમત અનિશ્ચિતતાઓની રમત છે અહીંયા કોની જીત થશે તે છેલ્લા બોલ સુધી કહેવાય નહીં. IPLમાં આપણે બધાએ એ જોઈ લીધું છે, ત્યારે વિશ્વભરમાં ક્રિકેટ ખુબ જ લોકપ્રિય રમત બની ગઈ છે અને ક્રિકેટ જગત સાથે જોડાયેલા ઘણા મજેદાર વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહેતા હોય છે. આવો જ એક અનોખો અને રમુજી નજારો યુરોપિયન ક્રિકેટમાં જોવા મળ્યો.

ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં વિનોહરાડી અને પ્રાગ બાર્બેરિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ફિલ્ડરોએ બેટ્સમેનોને આઉટ કરવાની એક નહીં પરંતુ 4-4 તક ગુમાવી હતી. આ રમુજી ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બોલર ઓફ સ્ટમ્પની બહાર બોલને સ્ટ્રાઈકરના છેડે ઊભેલા બેટ્સમેન તરફ ફેંકે છે પરંતુ બેટ્સમેન આગળ જઈને શોટ રમવાની પ્રક્રિયામાં બોલ ચૂકી જાય છે અને બોલ વિકેટકીપરના હાથમાં જાય છે.

તે દરમિયાન નોન-સ્ટ્રાઈકરના છેડે ઊભેલો બેટ્સમેન રન એકત્રિત કરવા દોડે છે. વિકેટકીપર બોલને વિકેટ પર મારવાનો પ્રયાસ કરે છે પરંતુ સ્ટમ્પ પર વાગતો નથી. વિકેટકીપર પછી બોલને ઝડપથી ઉપાડે છે અને બીજા છેડે ફેંકે છે. પરંતુ બોલર અહીં બોલને રોકવામાં નિષ્ફળ જાય છે અને બંને બેટ્સમેન બીજો રન ચોરી લે છે. પછી બોલર બોલ ઉપાડે છે અને સ્ટ્રાઈકરના છેડા તરફ ફેંકે છે પરંતુ નબળી ફિલ્ડિંગ અવિરત ચાલુ રહે છે.

બોલ ફિલ્ડરથી ચૂકી જાય છે અને લેગ સ્લિપ તરફ જાય છે. ત્યાં ઊભેલો ફિલ્ડર વિકેટ તરફ ફેંકે છે પરંતુ ફરી એકવાર વિકેટ પર ઊભેલો ફિલ્ડર બોલને રોકવામાં નિષ્ફળ જાય છે. અને આ રીતે બંને બેટ્સમેનો નબળી ફિલ્ડિંગનો ફાયદો ઉઠાવીને 3 રન પૂરા કરે છે. યુરોપિયન ક્રિકેટનો આ ફની વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો કહી રહ્યા છે કે આ ક્રિકેટ છે કે મજાક.

Niraj Patel