21 વર્ષીય ટીવી એક્ટ્રેસનું થયું દર્દનાક મૃત્યુ, પરિવારે ડોક્ટરને લીધા આડે હાથ…

કન્નડ સિનેમામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા. 21 વર્ષની પ્રખ્યાત કન્નડ ટીવી અભિનેત્રી ચેતના રાજનું નિધન થયું છે. ચેતનાએ બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટ્સનું માનીએ તો ચેતનાએ વજન ઘટાડવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. સર્જરીમાં થયેલી ભૂલને કારણે બીજા દિવસે ફેફસામાં તકલીફ થઈ અને તેનું મોત થઈ ગયું. અહેવાલો અનુસાર, ચેતનાએ તેના માતા-પિતાને તેની સર્જરી વિશે જણાવ્યું ન હતું અને તેણીને તેના મિત્રો સાથે એકલી સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પરંતુ સર્જરી બાદ તેનું મોત થયું. ચેતના રાજનું 21 વર્ષની વયે અવસાન થયું છે. રિપોર્ટ્સ અનુસાર તેના મોતનું કારણ પ્લાસ્ટિક સર્જરી જણાવવામાં આવી રહ્યું છે. તેને ‘ફેટ ફ્રી’ સર્જરી માટે સોમવારે 16 મેના રોજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે બાદ તેની તબિયત અચાનક બગડવા લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેના ફેફસામાં પાણી જમા થવા લાગ્યું અને આખરે તેનું મોત થઈ ગયું.મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસે આ સર્જરી વિશે તેના માતા-પિતાને કંઈ જણાવ્યું નથી.

આ ઘટનાથી અભિનેત્રીના પરિવારજનોને ઘેરો આઘાત લાગ્યો છે. ત્યાં, ચેતનાના માતા-પિતાનો આરોપ છે કે આ બધું ડૉક્ટરોની બેદરકારીનું પરિણામ છે. તેના કારણે જ તેમણે પુત્રી ગુમાવી છે. પોસ્ટમોર્ટમ બાદ ચેતનાના મૃતદેહને હાલમાં રામૈયા હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.અભિનેત્રીના પિતાની ફરિયાદના આધારે પોલીસે હોસ્પિટલ કમિટી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચેતના રાજના પિતા ગોવિંદા રાજે જણાવ્યું કે તેમની પુત્રીને સોમવારે સવારે 8.30 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે તેઓને તેની જાણ થઈ ત્યાં સુધીમાં ઓપરેશન શરૂ થઈ ચૂક્યું હતું. સાંજ સુધીમાં તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી કારણ કે તેના ફેફસાં પાણી ભરાઈ ગયુ હતુ. ICUમાં યોગ્ય સુવિધાઓ નથી. ચેતના રાજે ફેટ રિમૂવલ સર્જરી માટે પરિવાર પાસે પરવાનગી માંગી હતી પરંતુ પરિવારે તેને સર્જરી ન કરાવવાનું કહ્યું હતું. તેણે કહ્યું કે પરિવારના સભ્યોની જાણ વગર તેની સર્જરી થઈ રહી છે.

Shah Jina