ગુજરાત ફરવા આવેલી રૂપ રૂપનો અંબાર થાઈલેન્ડથી 5 યુવતીઓ રંગેહાથે ઝડપાઇ, જુઓ શું કાંડ કરી બેઠી

ગાંધીના ગુજરાતમાંથી અવાર નવાર દારૂ પકડાવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. હવે તો દેશી અથવા વિદેશી દારૂ જો રાજયમાથી પકડાય તો કંઇ નવાઇ નથી. ઘણીવાર તો આખા ટ્રક ભરી ભરીને દારૂ ઝડપાતો હોય છે. ત્યારે હાલ વલસાડની પારડી પોલિસે વિદેશી દારૂ સાથે થાઇલેન્ડની પાંચ યુવતિઓને પકડી પાડી છે. તે ત્રણેય ફરવા માટે આવી હતી અને તે દમણથી ફરી ગુજરાત આવી રહી હતી. આ દરમિયાન તે યુવતિઓ પાસેથી દારૂની બોટલો મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ તો આ મામલે પારડી પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત તપાસીએ તો, દમણમાંથી ગુજરાતની હદમાં પ્રવેશતા વલસાડ જિલ્લાની પારડી પોલીસ સ્ટેશનની કલસર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગમાં હતી ત્યારે દમણ તરફથી આવી રહેલી ઇકો કારને પોલીસે અટકાવી અને અંદર તપાસ કરતા પાંચ વિદેશી યુવતીઓ મળી આવી હતી. ચેક પોસ્ટ પર પોલીસે કાર અને તેમની પાસે રહેલી બેગની તપાસ કરતા તેમની પાસેથી બેગોમાંથી મોંઘી બ્રાન્ડની આઠ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

જે બાદ પોલીસે યુવતીઓની અટકાયત કરી અને પાંચેયની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં યુવતીઓ થાઇલેન્ડ હોવાની માહિતી મળી હતી. આ ઉપરાંત એ પણ સામે આવ્યુ કે, તમામ યુવતીઓ સુરત અને ભરૂચથી કાર ભાડે કરી અને દમણ ફરવા આવી હતી. અહીં ખાવા-પીવાની મોજ કરીને દમણથી પરત ગુજરાત આવી રહી હતી.

તમામ પરત ફરી રહી હતી ત્યારે જ પારડીની કલર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાઈ ગઈ હતી. આ વિદેશી યુવતીઓ પાસે દારૂની કોઈ પાસ કે પરમીટ નહીં મળતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. પોલીસે 40 હજારનો વિદેશી દારૂ અને કારને જપ્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, અવાર નવાર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતો હોય છે. થોડા સમય પહેલા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આચરવામાં આવેલ તોડકાંડ સામે આવ્યો હતો, હજી તેના તો પડઘા હજી તો શમ્યા નથી ત્યાં હવે દારૂકાંડ સામે આવ્યો. 75 લાખના કથિત તોડકાંડ મામલે સમગ્ર રાજ્યમાં બદનામ થયેલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ફરી વિવાદમાં આવી છે. રાજકોટમાં હાલ દારૂકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PSI, 3 હેડ કોન્સ્ટેબલ અને 1 પોલિસ કોન્સ્ટેબલને DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલિસમાં આ કાર્યવાહીને પગલે ખળભળાટ મચી ગયો છે.

રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમ 80કિમી દૂર સાયલાથી દારૂ ભરેલ ટ્રકનું અપહરણ કરી લઇ જાય છે, પરંતુ જેવો વહીવટ થવા જાય કે સ્ટેટ મોનિટરિંગ સેલ રંગેહાથ ઝડપી પર્દાફાશ કરે છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ઇન્ચાર્જ પોલિસ કમિશનર ખુરશીદ અહેમદે તપાસના આદેશ આપ્યા અને ક્રાઇમ બ્રાંચના DCPને તપાસ સોંપાઇ હતા. ત્યારે સુરેન્દ્રનગરના સાયલામાંથી દારૂ ઝડપાવવાને મામલો મહિલા PSI સહિત 3 હેડ કોન્સ્ટેબલ, 1 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

જણાવી દઇએ કે, જે પોલિસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં PSI ભાવના કડછા, દેવા દરજીયા, ક્રિપાલસિંહ, સુભાષ ઘોઘારી અને ઉપેન્દ્રસિંહ સામેલ છે. સુરેન્દ્રનગરમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે 394 પેટી વિદેશી દારૂ ભરેલ ટ્રકને ઝડપી લીધો હતો. દારૂ ભરેલ ટ્રક સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના માણસો અપહરણ કરી લઇ જતા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ત્રણ હેડ કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલ મળી ચાર સામે અપહરણની ગંભીર કલમ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

Image source

ઉલ્લેખનીય છે કે, PSI ભાવના સહિત ચાર પોલિસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે દારૂના ટ્રકનું પાયલોટિંગ કરતા રાજકોટ સીટી પોલિસ ફરી એકવાર વિવાદમાં આવી છે. જણાવી દઇએ કે, થોડા મહિના પહેલા કમિશન કાંડમાં સંડોવાયેલા તત્કાલિન PI વિરલ ગઢવી, PSI સાખરા તેમજ રાઇટર યોગીભાઇને સહિતનાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે વધુ 5 પોલિસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Shah Jina