બાળકોની સ્કૂલમાં જવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યો બેંક મેનેજર અને પછી મળી તેની લાશ, સ્ટેટ્સમાં પોતાનો જ ફોટો લગાવીને લખ્યું હતું “RIP”

દેશભરમાં હત્યા અને આત્મહત્યાના ઘણા બધા મામલો સતત સામે આવી રહ્યા છે, કોઈ અંગત કારણોને લઈને આપઘાત કરી લેતું હોય છે, તો કોઈની દુશ્મનીમાં હત્યા કરી નાખવામાં આવે છે, ત્યારે હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં બેંક ઓફ બરોડાના મેનેજરની લાશ બંધ કારની અંદરથી મળતા હડકંપ મચી ગયો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર બેંક ઓફ બરોડામાં કામ કરવા વાળા એક મેનેજરે પહેલા પોતાનો ફોટો સ્ટેટ્સમાં લગાવ્યો અને પછી એ જ ફોટો ઉપર તેણે RIP લખ્યું. સ્ટેટ્સ જોઈને તેના ઘરવાળાએ તેમને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને ફોન ના ઉઠાવ્યો જે બાદ તેમનું લોકેશન ટ્રેસ કરીને તપાસ કરવામાં આવી તો તેમની લાશ ગાડીમાંથી મળી.

આ મામલો રાજસ્થાનના અલવરનો છે. પોલીસ પોતાની પ્રાથમિક તપાસની અંદર આ ઘટનાને આપઘાતનો મામલો માની રહી છે. મેનેજરની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચા કારણનો ખુલાસો થશે. પોલીસ આ મામલામાં જણાવ્યું કે 35 વર્ષીય પ્રદીપ રોહિલ્લા બેંક ઓફ બરોડામાં બ્રાન્ચ મેનેજરના પદ ઉપર કાર્યરત હતો.

પરિવારના લોકો દ્વારા જાણવા મળ્યું કે પ્રદીપ મંગળવારે સવારે બાળકોની સ્કૂલમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. તે સ્કૂલમાંથી જ બેંકમાં જવાનો હતો. બપોરે 12 વાગે પ્રદીપે વૉટ્સએપ ઉપર સ્ટેટ્સ ઉપર પોતાનો ફોટો લગાવીને તેમાં RIP લખ્યું. જ્યારે પ્રદીપના મિત્રએ સ્ટેટસ જોયું તો તેણે પરિવારના સભ્યોને તેની જાણ કરી.

પરિવારના સભ્યો ફોન કરવા લાગ્યા. કોઈ જવાબ ના મળતા તેમને પોલીસની મદદથી લોકેશન ટ્રેસ કરવામાં આવતાં તે ચીકણી રોડ પાસે લોકેશન મળી આવ્યું હતું. પોલીસ અને પરિવારજનો પણ ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં ભીડ જોવા મળી હતી. જેના બાદ કારનો કાચ તોડ્યો તો પ્રદીપની લાશ અંદર પડી હતી.

મળતી માહિતી મુજબ તેમને એક દીકરો અને એક દીકરી છે. તેમની પત્ની ગૃહિણી છે. તેના પિતા સુલતાન રોહિલ્લા પણ બેંકની નોકરીમાંથી નિવૃત્ત થયા છે. સુલતાન કહે છે કે ઘરમાં કોઈ પણ પ્રકારનો વિવાદ નહોતો. તે ભાગ્યે જ તેની પોતાની વાતો ઘરના સ્વજનોને જણાવતો હતો.

Niraj Patel