RRR Box Office Collection: રાજામૌલીની RRRએ પહેલા જ દિવસે બનાવી દીધો કમાણીનો રેકોર્ડ

એસ એસ રાજામૌલીની ફિલ્મ RRR રિલિઝ થતાની સાથે જ કમાણીના મામલે રેકોર્ડ બનાવી દીધો છે. તેલુગુમાં તો આ ફિલ્મે તહેલકો મચાવી દીધો છે. જો કે આ ફિલ્મની પ્રી બુકિંગ થોડી સ્લો લાગતી હતી પરંતુ એવું થયું નહીં. પહેલા જ દિવસે RRRએ મલ્ટિપ્લેક્સ હોય કે સિંગલ સ્ક્રિન બધી જગ્યાએ શાનદાર શરૂઆત કરી છે. આ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી મોટી બિન હોલિડે ઓપનિંગ ફિલ્મ છે.

RRR ફિલ્મે હિન્દી બેલ્ટમાં પહેલા દિવસે 20 કરોડથી વધુની કમાણી કરી છે, હજુ પણ આંકડો વધવાની શક્યતા છે. શરૂઆતના આંકડા જણાવે છે કે આ ફિલ્મે આશા કરતા 25 ટકા વધુ કમાણી કરી છે. કારણ કે લોકોનું માનવું હતું કે, આ ફિલ્મ 14થી 15 કરોડ કમાશે. પહેલા જ દિવસે 20 કરોડના આંકડાને પાર કરવો આ ફિલ્મ માટે સારા સંકેત છે.

મુંબઈમાં RRR માટે સૌથી સારુ કલેક્શન રહ્યું, ત્યાર બાદ ગુજરાત, બિહાર, રાજસ્થાન,દિલ્હી અને પંજાબનો નંબર આવે છે. દક્ષિણી બેલ્ટ હિન્દી સંસ્કરણ માટે આશા પ્રમાણે ધીમી હતી, કેમ કે તેના સંબંધિત દક્ષિણ ભારતીય સંસ્કરણ ચેન્નઈ,હૈદરાબાદ,કર્ણાટક અને કેરળ જેવા સ્થાનો પર પુરી રીતે છવાયેલ હતા. RRR ફિલ્મને લઈને લોકોનો રિસ્પોન્સ ઘણો પોઝિટિવ છે અને હવે શરૂઆતના રિએક્શન પર લાગે છે કે રાજામૌલીનો જાદુ યથાવત છે.

નોંધનિય છે કે, જો આ ફિલ્મ હોળી પર રિલીઝ થઈ હોત તો તેને વધુ સારુ કલેક્શન મળ્યું હોત. કેમ કે શુક્રવારથી વિકેન્ડ સ્ટાર્ટ થાય છે હવે આ શનિ રવિમાં કેટલુ કલેક્શન થાય છે તે જોવાનું રહ્યું. તો બીજી તરફ ધ કાશ્મીર ફાઈલ્સ પર કમાણીના મામલે નવા નવા રેકોર્ડ કરી રહી છે. જેથી RRRને આ ફિલ્મ તરફથી સારી એવી ટક્કર મળશે તે નક્કી છે.

YC