વડોદરા તૃષા સોલંકીની હત્યામાં પ્રેમ પ્રકરણ આવ્યુ સામે, એકતરફી પ્રેમમાં પાગલ થયેલા કલ્પેશે યુવતીને દુનિયાનું સૌથી ભયાનક મોત આપ્યું

ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી પ્રેમ પ્રકરણમાં હત્યાના ચકચારી કિસ્સા ઘણા સામે આવી રહ્યા છે. સુરતમાં ફેબ્રુઆરીમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાનો ચકચારી મામલો સામે આવ્યો હતો, જે બાદ આવા પ્રેમ પ્રકરણના આવા કેટલાક મામલા સામે આવ્યા અને ત્યારે વધુ એક મામલો વડોદરામાંથી ગઇકાલે સામે આવ્યો. જેમાં 19 વર્ષિય તૃષા સોલંકીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મંગળવારે રાતના સમયે મળી આવી હતી, આ લાશનો એક હાથ પણ કાપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીની લાશ મળી આવતા પોલિસ વિભાગમાં અફરા તફરી મચી ગઇ હતી. પોલિસે ગણતરીના કલાકોમાં જ એકતરફી પ્રેમમાં પાગલ આરોપી કલ્પેશ ઠાકોરની ધરપરડ કરી હતી.

આરોપીએ તૃષાને જે આદિવાસી ખેતીમાં ઓજાર ઉપયોગમાં લેવામાં આવે છે તે પાળિયાથી 10થી વધુ ઘા માર્યા હતા. હાલ તો પરિવારની માંગ છે કે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવે. આ મામલે એડિશનલ સીપી ચિરાગ કોરડિયા અને ક્રાઇમ બ્રાંચના ડીસીપી જયદીપસિંહ જાડેજા તેમજ એસીપી ડી.એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ વડોદરા ક્રાઇમ બ્રાંચે તૃષા સોલંકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર કલ્પેશ ઠાકોરને ઝડપી પાડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે તેણે પાળિયાથી વિદ્યાર્થીનીને મોતને ઘાટ ઉતારી હતી. એડિશનલ સીપીએ આ ઘટનાની વિગત આપતા જણાવ્યુ હતુ કે,આરોપી કલ્પેશ ઠાકોર, તૃષા સોલંકી અને અન્ય બે મિત્રોનું ગ્રુપ હતું. જેમાં કલ્પેશ તૃષાને એકતરફી પ્રેમ કરતો હતો, પરંતુ તૃષા તેને પસંદ કરતી નહોતી, જેના કારણે તેણે તૃષાને મળવા બોલાવી હતી અને તેની પાળિયા વડે ઘાતકી હત્યા કરી હતી. આ મામલે વધુ માહિતી આપતા એડિશનલ સીપીએ જણાવ્યુ કે, એકતરફી પ્રેમમાં કલ્પેશ ઠાકોરે અગાઉ ગોળીઓ ખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, તે વિદ્યાર્થિનીને ઇમોશનલ બ્લેકમેઇલ પણ કરતો હતો.

આ બંને વચ્ચે 3 વર્ષ પહેલાં મિત્રતા હતી, પછી બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું. ત્યાર બાદ તે ગોધરા ખાતે ભણવા માટે જતી રહી હતી અને ત્યાર બાદ વડોદરા પરત ફરી હતી. આ દરમિયાન તે બીજા છોકરા સાથે વાત કરતી પરંતુ કલ્પેશ સાથે વાત કરતી ન હતી. માટે કલ્પેશે તેને ધમકી આપી હતી કે જો તે તેને મળવા નહીં જાય તો તે આત્મહત્યા કરી લેશે, આ વાત સાંભળ્યા બાદ તૃષા આરોપીને મળવા ગઇ હતી અને ત્યારે જ આવેશમાં આવી આરોપીએ કલ્પેશે તૃષાની હત્યા કરી નાખી હતી.

Shah Jina