વિદેશ ભણવા જતા ચેતી જજો, યુક્રેનથી જીવન જોખમે રોમાનિયા બોર્ડર ઉપર પહોંચેલા ભારતીયોને જોઈને રેસ્ટોરન્ટે લગાવ્યા “No Indians allowed”ના બોર્ડ

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં હજારો ભારતીયો પણ યુક્રેનની અંદર ફસાયા છે અને તે ગમે તેમ કરીને વતન પહોંચવા માંગે છે. ત્યારે ભારત સરકાર દ્વારા પણ મિશન ગંગા પ્રોજેક્ટ હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું મિશન શરૂ કર્યું છે. જે અંતર્ગત ઘણા વિધાર્થીઓની વતન વાપસી પણ થઇ ગઈ છે.

ત્યારે આ દરમિયાન ઘણા લોકોની આપવીતી પણ સામે આવી રહી છે. ઘણા વિધાર્થીઓ અને યુક્રેનમાં ફસાયેલા ભારતીયો વતન ફ્રંટ ફરવા માટે યુક્રેનની સીમાઓ ઉપર પણ પહોંચી ગયા છે અને ત્યાંથી પણ તેમને ભોગવવી પડી રહેલી હાલાકી જણાવી રહ્યા છે. આ દરમિયાન રોમાનિયા બોર્ડર ઉપર પહોંચેલા ભારતીયોએ પણ પોતાની આપવીતી જણાવી હતી.

રોમાનિયા બોર્ડર ઉપર ફસાયેલા ઘણા બધા વિધાર્થીઓને બોર્ડર ઉપર રાત વિતાવવી પડી હતી અને ત્યાં તેમના માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નહોતી. તેમની પાસે ખાવા પીવાની પણ વ્યવસ્થા નહોતી અને તેમના માટે સૌથી મોટી કમનસીબીની વાત તો એ છે કે બોર્ડરની આજુબાજુ આવેલા રેસ્ટોરન્ટમાં “નો ઇન્ડિયન એલાઉડ”ના બોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ છ હજાર વિદ્યાર્થીઓ પગપાળા ચાલીને અથવા બસોની મદદથી સરહદ પર એકઠા થયા છે, પરંતુ હજુ સુધી કોઈ તેમના સુધી પહોંચ્યું નથી. એક સમાચાર અનુસાર, બોર્ડર સવારે સાત વાગ્યે ખુલી હતી, જેમાં લગભગ 60-70 વિધાર્થીઓને અંદર લાવવામાં આવ્યા હતા અને ફરીથી બોર્ડર બંધ કરી દેવામાં આવી હતી. તેમને જણાવવામાં આવ્યું છે કે હવે તેને સાંજે ચાર થી પાંચ વાગ્યે ફરીથી ખોલવામાં આવશે.

આ બાળકોને અત્યાર સુધી એવી કોઈ માહિતી આપવામાં આવી નથી કે શેડ્યુલ શું હશે અને કેટલા બાળકો સરહદ પાર કરશે. આ બાળકો સાથેનો સેલ્ફ ડિપોઝીટ નાસ્તો પણ પૂરો નથી અને સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ ભારતીય હોવાને કારણે તેમને નજીકની કોઈપણ રેસ્ટોરન્ટમાં એન્ટ્રી નથી મળી રહી.

રોમાનિયા સરહદ પર ઠંડી છે. અહીં દિવસનું તાપમાન 2-3 ડિગ્રી અને રાત્રે માઈનસ થઈ જાય છે. આ વિધાર્થીઓને હજુ સુધી ટેન્ટ કે શેલ્ટર હોમ જેવી કોઈ સુવિધા ન હોવાથી ખુલ્લા આકાશમાં રાત વિતાવવાની ફરજ પડી છે.

Niraj Patel