ફૌજનુ સપનુ જોઇ રહેલી બહાદુર છોકરીએ એકલા બચાવ્યો 5 લોકોનો જીવ, છઠ્ઠાને બચાવતા બચાવતા હારી ગઇ જીંદગીની જંગ

ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં એક દર્દનાક અકસ્માતમાં જીવ પર રમત રમીને પાંચ લોકોના જીવ બચાવનાર બહાદુર પુત્રી પૂજા યાદવ પોતાને બચાવી શકી નહિ. કુશીનગર અકસ્માતમાં મોત થયેલા 13 લોકોમાં 21 વર્ષની પૂજા યાદવ પણ સામેલ છે. રાતના દર્દનાક અકસ્માત દરમિયાન તેણે બતાવેલી હિંમતની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. પૂજા તહસીલદાર શાહી મહાવિદ્યાલય સિંહામાં બીએના બીજા વર્ષની વિદ્યાર્થીની હતી. આ સાથે તેને બે જોડિયા ભાઈઓ આદિત્ય અને ઉત્કર્ષ પણ હતા. પિતા બળવંત યાદવ દિલ્હીમાં પોસ્ટેડ હતા, જ્યારે જોડિયા ભાઈઓ ધોરણ 9માં ભણતા હતા. કુશીનગરના નૌરંગિયા ગામમાં લગ્ન સમારોહ દરમિયાન અકસ્માત સર્જાયો હતો અને તેમાં 13 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 9 છોકરીઓ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. આ અકસ્માત બુધવારે રાત્રે 9.30 કલાકે થયો હતો.

મોત પહેલા પૂજાએ 5 લોકોના જીવ બચાવ્યા હતા. છઠ્ઠાનો જીવ બચાવતા તે જીવનની જંગ હારી ગઇ હતી. દરેક લોકો પૂજાની બહાદુરીની વાતો કરી રહ્યા છે.અકસ્માત બુધવારે રાત્રે 9.30 કલાકે થયો હતો. ચારે બાજુ અંધારું હતું અને ચીસો પડી રહી હતી. આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. દુર્ઘટનામાં ડૂબી ગયેલા લોકોમાં પૂજાની માતા પણ સામેલ હતી. તેણે પહેલા તેની માતાને બચાવી. આ પછી એક પછી એક 5 અન્ય લોકોને બચાવીને બહાર કાઢ્યા હતા. છઠ્ઠાનો જીવ બચાવતા તે પોતે પણ કૂવામાં ડૂબી ગઈ હતી. દૈનિક ભાસ્કરના સમાચાર અનુસાર, ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, અકસ્માતથી સર્વત્ર અફરાતફરી ફેલાઈ ગઈ હતી. પરંતુ પૂજાએ હિંમત કરી અને મહિલાઓ અને છોકરીઓને કૂવામાંથી બચાવવાનું શરૂ કર્યું.

બધાને બચાવવાની આતુરતા પૂજા પર સવાર હતી. લોકોએ કહ્યું, જ્યારે પૂજાએ 5 લોકોને બચાવ્યા તો લોકોને લાગ્યું કે તે બાકીના લોકોને બહાર કાઢશે. પરંતુ જ્યારે પૂજા છઠ્ઠો જીવ બચાવી રહી હતી ત્યારે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને પાણીમાં ડૂબી ગઈ. લોકોએ જણાવ્યું કે, દરેક વખતે પૂજા પોતાને બહાર કાઢવાને બદલે કૂવાની બાજુમાં ઉભેલા લોકોને કહેતી હતી. તેને પકડો, તેનો હાથ પકડો, બાળકોને ઉપરના માળે લઈ જાઓ. આ રીતે પૂજાએ પાંચ લોકોને બહાર કાઢ્યા, છઠ્ઠા બાળકને બચાવવા ગયેલી પૂજા ફરી પાછી ફરી નહીં.

લોકોએ જણાવ્યું કે, તે પોલીસ ભરતીની તૈયારી કરી રહી હતી. પૂજાના નિધન બાદ દરેક લોકો શોકમાં છે. લોકો તેની બહાદુરીના વખાણ કરતાં થાકતા નથી, પૂજાના માતા-પિતા તેના લગ્નના સપના સજાવી રહ્યા હતા પરંતુ તેમને કયાં ખબર હતી કે પૂજા સાથે આવી ઘટના ઘટી જશે.આ સાથે જ એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચતા પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ગામના લોકો એમ્બ્યુલન્સને સતત ફોન કરતા રહ્યા, પરંતુ એમ્બ્યુલન્સ ન આવી. બાદમાં ઇજાગ્રસ્તોને ખાનગી જીપ અને વાહનોમાં ભરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Shah Jina