તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના નિધન બાદ દેશભરમાં શોકની લહેર છે. બુધવારે તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નૂરમાં બિપિન રાવતને લઈ જતું એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બિપિન રાવત તેમની પત્ની મધુલિકા સહિત 13 લોકોના મોત થયા હતા. બિપિન રાવતના નિધનના સમાચાર આવતા જ સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બોલિવૂડમાં પણ શોકનો માહોલ છે. ઘણા સેલેબ્સે આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
CDS #GenBipinRawat, उनकी धर्मपत्नी एवं 11 और फ़ौजी ऑफ़िसर्स के निधन का सुनकर अत्यंत दुख हुआ।#जनरलरावत से मिलने का सौभाग्य कई बार मिला।उनके व्यक्तित्व में ग़ज़ब का दुस्साहस और देश के प्रति अथाह प्रेम था।उनसे हाथ मिलाकर दिल और ज़ुबान से ख़ुदबख़ुद “जय हिन्द” निकलता था! #जयहिन्द 🇮🇳💔 pic.twitter.com/AWgf7SYs0Z
— Anupam Kher (@AnupamPKher) December 8, 2021
CDS બિપિન રાવતના નિધન પર શોક વ્યક્ત કરતા અભિનેતા અનુપમ ખેરે ટ્વિટર પર લખ્યું, CDS બિપિન રાવત અને તેમની પત્ની તેમજ 11 વધુ સૈન્ય અધિકારીઓના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. જનરલ રાવતને ઘણી વખત મળવાનું સૌભાગ્ય મળ્યું. તેમના વ્યક્તિત્વમાં અદ્ભુત હિંમત અને દેશ પ્રત્યે અથાગ પ્રેમ હતો. એમની સાથે હાથ મિલાવીને દિલ અને મોઢામાંથી ‘જય હિંદ’ આપોઆપ નીકળી જતું !
Very sad to hear of the tragic crash in which we have lost Gen Bipin Rawat his wife and other personnel from the Armed forces. My thoughts my prayers and condolences are with the bereaved families …
— Salman Khan (@BeingSalmanKhan) December 8, 2021
બિપિન રાવતના નિધનથી સલમાન ખાનને પણ આઘાત લાગ્યો હતો. ટ્વિટર પર શોક વ્યક્ત કરતા તેમણે લખ્યું, ‘આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું કે આ દુર્ઘટનામાં અમે જનરલ બિપિન રાવત અને તેમની પત્ની અને અન્ય સેના અધિકારીઓને ગુમાવ્યા છે. મારી પ્રાર્થના અને સંવેદના તેમના પરિવારના સભ્યો સાથે છે.
કંગના રનૌતે પણ બિપિન રાવતના નિધન પર ઇન્સ્ટા સ્ટોરી પર તેમની તસવીર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે લખ્યું કે આ વર્ષના સૌથી દુખદ સમાચાર એ છે કે જ્યારે બિપિન રાવત અને તેમની પત્નીનુ હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયુ. બિપિન રાવતની સેવા માટે દેશ હંમેશા આભારી રહેશે. ઓમ શાંતિ, જય હિન્દ!
RIP General Bipin Rawat, Mrs Madhulika Rawat & 11 others..🙏
Deepest condolences to the family. Om Shanti 🙏 pic.twitter.com/ssJzn2A7mg— Urmila Matondkar (@UrmilaMatondkar) December 8, 2021
ઉર્મિલા માતોંડકરે બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ‘જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા અને અન્ય 11 લોકોની આત્માને શાંતિ મળે. હું પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.’
முப்படைகளின் தலைமை தளபதி பிபின் ராவத் உள்ளிட்ட ராணுவ அதிகாரிகள் பயணித்த ஹெலிகாப்டர் குன்னூர் மலைப்பகுதியில் விபத்துக்குள்ளானது கடும் அதிர்ச்சியளிக்கிறது. உயிரிழந்தோர் குடும்பங்களுக்கும் நண்பர்களுக்கும் என் ஆழ்ந்த அனுதாபங்கள்.
— Kamal Haasan (@ikamalhaasan) December 8, 2021
કમલ હાસને ટ્વીટ કર્યું, ‘ત્રણ સેનાના કમાન્ડર ઈન ચીફ બિપિન રાવત સહિત આર્મી અધિકારીઓને લઈ જતું હેલિકોપ્ટર કુન્નૂરની પહાડીઓમાં ક્રેશ થયું. પીડિતોના પરિવારો અને મિત્રો પ્રત્યે મારી ઊંડી સંવેદના.
You will live forever sir 🇮🇳 pic.twitter.com/l9RlpugUUB
— sonu sood (@SonuSood) December 8, 2021
સોનુ સૂદે પણ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી.
CDS जनरल विपिन रावत जी, उनकी धर्मपत्नी एवं सेना के ११ अन्य अफ़सरों के हेलीकॉप्टर दुर्घटना में निधन की खबर अत्यंत वेदनादायी है. इससे हमारे देश की बहुत बड़ी हानी हुई है. मैं भारतमाता के इन वीर सपूतों को अश्रुपूर्ण श्रद्धांजली अर्पण करती हूँ. मैं इनके परिवार के दुख में शामिल हूँ.
— Lata Mangeshkar (@mangeshkarlata) December 8, 2021
લતા મંગેશકરે પણ બિપિન રાવત અને અન્ય પ્રત્યે શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતુ.
#NewProfilePic pic.twitter.com/NHLY5H8MFc
— Ashoke Pandit (@ashokepandit) December 8, 2021
ફિલ્મ નિર્માતા અશોક પંડિતે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે લખ્યું, ‘સૈનિકોના પરિવારો અને રાવત પરિવાર માટે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ઓમ શાંતિ.’
Extremely shocked and saddened by the demise of General Bipin Rawat, his wife and the troops of the Indian Armed Forces. Saluting the brave & selfless service he has given to the nation while we mourn this untimely loss. Rest in power.
— Karan Johar (@karanjohar) December 8, 2021
કરણ જોહરથી લઈને યામી ગૌતમ સુધી, ઘણી હસ્તીઓએ બિપિન રાવતને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી.