અમદાવાદમાં હિટ એન્ડ રન : ફૂલ સ્પીડે આવતી બિલ્ડરની દીકરીએ 2 બાઇકસવારને ઉડાવ્યા- જાણો વિગત

ગુજરાતમાંથી છેલ્લા કેટલાય સમયથી અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.આ અકસ્માતમાં ઘણા લોકોના મોત થતા હોય છે તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થઇ જતા હોય છે. કેટલીક વાર કાર ચાલકો ફૂલ સ્પીડે કાર ચલાવી રાહદારીઓને અડફેટે લેતા હોય છે તો કેટલીક વાર બાઇક કે એક્ટિવા ચાલકને અડફેટે લેતા હોય છે. ત્યારે હાલ આવો જ એક અકસ્માતનો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદમાંથઈ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે યુવકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

કાર ચાલક યુવતિ હતી. આ કાર ચાલક યુવતિની શોધ થઇ રહી છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ NFD સર્કલ પાસે કાર લઇને જઇ રહેલી યુવતિએ બાઇક સવારને અડફેટે લીધા હતા. જે યુવકો અકસ્માતના ભોગ બન્યા છે તેઓ CAના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યુ છે. આ અકસ્માત રાત્રે સર્જાયો હતો અને કાર ચાલક યુવતિ ગરબા રમીને ઘરે જઇ રહી હતી ત્યારે તેની કારની સ્પીડ 100 પર હતી. કાર ચાલક યુવતિ અકસ્માત સર્જી ફરાર થઇ ગઇ હતી. હાલ તો આ મામલે પોલિસે તપાસ શરૂ કરી છે.

કોરોનાની મહામારીને કારણે સરકારે આ વખતે નવરાત્રીમાં છૂટછાટ આપી છે. કર્ફયુની મર્યાદા વધારી 12 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરવામાં આવી હતી. મૂળ પોરબંદરના અને હાલ નવરંગપુરામાં પી.જીમાં રહેતા ભવ્ય રાયચુરા અમદાવાદમાં CAનો અભ્યાસ કરે છે અને તે તેના મિત્રો સાથે સીંધુ ભવન ખાતે અર્બન ચોક પાસે ગરબા જોવા માટે ગયો હતો અને તેઓ રાત્રે 12.30 વાગ્યા આસપાસ પાછા આવી રહ્યા હતા ત્યારે ભવ્ય બુલેટ ચલાવી રહ્યો હતો અને તેનો મિત્ર પાછળ બેઠો હતો.

તેઓ ગુરુદ્વારાથી NFD સર્કલ સંજીવની હોસ્પિટલ રોડ પર હતા અને આ જ સમયે સર્કલ પર જજીસ બંગલો તરફથી ફૂલ સ્પીડે આવી રહેલી કાર સાથે તેમની બાઇકનો અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કારમાંથી એક યુવતિ નીચે ઉતરી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાને બદલે ત્યાંથી ફરાર થઇ ગઇ હતી. ઘાયલ યુવકોને ઇજાગ્રસ્ત હાલતમાં સાલ હોસ્પિટલ લઇ જવાયા હતા. મીડિયા રીપોર્ટ અનુસાર આ અકસ્માતની આરોપી એક બિલ્ડરની દીકરી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. જો કે, આરોપી હજી સુધી પોલિસ પકડથી બહાર છે.

Shah Jina