વેબ સિરીઝ “સ્કેમ 1992″ને થયું એક વર્ષ પૂર્ણ, અહીં જુઓ ક્યારેય ના જોયેલી તસવીરો, ડાયરેક્ટર હંસલ મહેતાએ જણાવી તેમની સફર

કોરોના કાળની અંદર સિનેમા ઘરો બંધ થયા અને આ દરમિયાન લોકો મનોરંજન માટે ઓટીટી પ્લેટફોર્મ ઉપર વળ્યાં. આ દરમિયાન અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ ઉપર ઘણી બધી ફિલ્મો અને વેબ સિરીઝ પ્રસારિત થઇ. આ બધામાં એક વેબ સિરીઝ એવી આવી જેને પોતાના નામનો ડંકો વગાડી દીધો.

આ વેબ સિરીઝ હતી “સ્કેમ 1992”. જેમાં ભારતના સૌથી મોટા શેર બજારના સ્કેમની વાર્તા આધારિત હતી. જેમાં સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાની સ્ટોરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વબેબ સિરીઝમાં ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી મુખ્ય અભિનેતા તરીકે હર્ષદ મહેતાના પાત્રમાં જોવા મળ્યા.

દર્શકોએ પણ હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત આ વેબ સિરીઝના ખુબ જ વખાણ કર્યા. સોની લિવ ઉપર પ્રસારિત થયેલી “સ્કેમ 1992” વેબ સિરીઝના રીલિઝ થયે આજે એક વર્ષ પૂર્ણ થઇ ગયું, ત્યારે આ નિમિત્તે આ વેબ સિરીઝ દિગ્દર્શક હંસલ મહેતા અને વેબ સિરીઝમાં હર્ષદ મહેતાની પત્ની જ્યોતિનું પાત્ર નિભાવી રહેલી અભિનેત્રી અંજલિ બારોટ દ્વારા કેટલીક અનસીન તસવીરો શેર કરવામાં આવી છે.

હંસલ મહેતાએ વેબ સિરીઝના સેટ ઉપરથી ઘણી બધી તસવીરો શેર કરવાની સાથે આ વેબ સિરીઝ બનાવની સફર પણ વર્ણવી છે. તેમને કેપશનમાં લખ્યું છે કે, “2.5 વર્ષથી વધારેનું ડેવલોપમેન્ટ, 560+ પાનાની સ્ક્રીપ્ટ, 85+ દિવસનું શૂટિંગ, પોસ્ટ પ્રોડક્શનના લગભગ 8 મહિના, 100થી પણ દવભારે લોકોનો નિઃસ્વાર્થ પ્રયાસ અને લાખો લોકોનો અપાર પ્રેમ. આ સરળ નહોતું. આ હંમેશા સુખદ નથી હોતું. પરંતુ આ બહુ જ બહુ જ સંતોષકારક હતું !”

તેમને આગળ લખ્યું છે કે, “સ્ટ્રીમિંગ શરુ થયું ત્યારથી આમારા બાળકે એક વર્ષનું થઇ ચૂક્યું છે. સ્કેમ 1992ની પહેલી વર્ષગાંઠ. ધન્યવાદ ટીમ. દર્શકોનો આભાર. આભાર બ્રહ્માંડ ! આ ખાસ છે અને મેં હજુ સુધી પણ એ ભૂરી ટી-શર્ટ પહેરી છે.”

હંસલ મહેતા દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે અને તેમની આ સફરને લોકો બિરદાવી પણ રહ્યા છે. સાથે સ્કેમ 1992ને એક વર્ષ પૂર્ણ થવા ઉપર ચાહકો શુભકામનાઓ પણ આપી રહ્યા છે.

તો અંજલિએ પણ ઘણી બધી તસવીરો શેર કરી છે અને તેને પણ આ સફરને પોતાના શબ્દોની અંદર વર્ણવી છે. તેને કેપશનમાં લખ્યું છે કે “9 ઓક્ટોબર 2020નો એ દિવસ જેને ઘણા બધા લોકોનું જીવન બદલી નાખ્યું, તેની પાછળ હતા જાદુગર હંસલ મહેતા સર”

તેને આગળ લખ્યું છે કે, “જેમ કે આજે અમે એક વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ મારા સ્કેમ 1992 પરિવાર સાથે મૂલ્યવાન અધિકાર છે. દુઃખની વાત એ છે કે આજ રાતના બધા સમારંભનો ભાગ નહિ બની શકું.  પરંતુ આ તસવીર જેને મારા દિલની નજીક રાખું છું અને તે મને જાદુ અને પાગલપનમાં પાછી લઇ જાય છે.”

અંજલિ આગળ જણાવે છે કે આભાર હંસલ મહેતા સાહેબ દરેક વસ્તુ માટે. મને તમારી સાથે સૌથી વધારે પ્રેમ છે. તમે આ જીવનભર કહી શકો છો. આજે હું પાછળ વળીને જોઉં છું ત્યારે ફક્ત તમારા આશીર્વાદ ગણી શકું છું અને મારા સ્ટારનો એ દિવસ માટે આભાર વ્યક્ત કરું છું, જે દિવસે સ્કેમ 1992 બન્યું હતું. આજે રાત્રે તમને બધાને યાદ કીશ. બહુ જ બધો પ્રેમ અને બહુ જ બધો પ્રેમ. “રિસ્ક હે તો ઇશ્ક હે !”

તમને જણાવી દઈએ કે આ વેબ સિરીઝ દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ ઘોટાળાના અભિયુક્ત હર્ષદ મહેતાના જીવન ઉપર આધારિત હતી. આ સ્કેમ કેટલાય કરોડોનો હતો.  જે પહેલીવાર 1992માં સામે આવ્યો હતો. હર્ષદ મહેતાની ધરપકડ કરવામાં આવી અને વર્ષ 2001માં પોલીસ કસ્ટડીમાં જ તેમનું નિધન થઇ ગયું હતું.

હર્ષદ મહેતાના મોત બાદ પણ તેમની ઉપર ચાલી રહેલા કેસ બંધ નહોતા થયા. પરંતુ તેમની પત્ની અને તેમના પરિવારે આ કેસ દાયકાઓ સુધી લડ્યા. હર્ષદની પત્નીનું નામ જ્યોતિ મહેતા છે અને તેના ભાઈનું નામ અશ્વિન મહેતા છે. હર્ષદ મહેતાનો એક દીકરો પણ છે જેનું નામ આતુર મહેતા છે.

હર્ષદ મહેતાની પત્ની જ્યોતિ મહેતાએ લગભગ 27 વર્ષ સુધી કોર્ટમાં કેસ લડ્યો અને ફેબ્રુઆરી 2019માં કોર્ટે તેમને મોટી રાહત આપી. હર્ષદ મહેતા ઉપર 2.014 કરોડના ટેક્સને કોર્ટ દ્વારા હટાવી દેવામાં આવ્યો. તે હર્ષદ મહેતાની પત્ની જ્યોતિ મહેતા અને ભાઈ અશ્વિન મહેતા માટે ખુબ જ મોટી રાહત હતી.

હર્ષદ મહેતાના ભાઈ અશ્વિન મહેતાએ વકીલાતની ડિગ્રી લીધી છે. તે બોમ્બે હાઇકોર્ટ સાથે સુપ્રીમ કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરે છે. તેમને હર્ષદ મહેતાના ઘણા કેસ લડ્યા અને તેમના તરફથી લગભગ 1700 કરોડની ચુકવણી પણ કરાવી.

હર્ષદ મહેતાનો દીકરો આતુર મહેતા એક બિઝનેસમેન છે. પરંતુ તે લાઇમ લાઇટમાં આવવાનું પસંદ નથી કરતો. આજ કારણ છે કે તેને આજ સુધી કોઈ મીડિયા હાઉસને પોતાનું ઇન્ટરવ્યૂ નથી આપ્યું.

Niraj Patel