જાણો કોણ છે એ પાકિસ્તાની મહિલા જે પ્રધાનમંત્રી મોદીને બાંધી રહી છે રાખડી, નામ જાણીને હેરાન રહી જશો

રક્ષા બંધનનો તહેવાર હવે ગણતરીના દિવસોમાં જ આવી રહ્યો છે, ત્યારે ભાઈ બહેનના આ પવિત્ર તહેવારના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધશે, દૂર રહેતી બહેનો ભાઈને પોસ્ટ કે કુરિયર દ્વારા રાખડી મોકલાવશે, ત્યારે આજે અમે તમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન વિશે જણાવીશું જે તેમને છેલ્લા 26 વર્ષથી રાખડી બાંધે છે.

પ્રધાનમંત્રીને રાખડી બંધાણી આ મહિલાનું નામ છે કમર જહાં. જે પાકિસ્તનમાં રહે છે. આ વર્ષે પણ તેને પીએમ મોદી માટે ખાસ રાખડી બનાવી છે. રાખડીની સાથે જ ભાઈ બહેનના પ્રેમ ઉપર ખુબ જ સુંદર સંદેશ પણ લખ્યો છે. મોદીજીના પ્રધાનમંત્રી બન્યા બાદ પણ એક ભાઈ બહેન તરીકેનો તેમનો સંબંધ 26 વર્ષોથી જીવતો જ છે.

પીએમ મોદીને રાખડી બંધનારી આ મહિલા દર વખતે પ્રાર્થના કરે છે. તેમનો ભાઈ તેમના જીવનમાં પ્રગતિ કરે અને સુરક્ષિત રહે. કમર જહાંનું કહેવું છે કે તેનો અને મોદીજીનો સંબંધ 26 વર્ષ જૂનો છે, જયારે પ્રધાનમંત્રી મોદી ભારતીય જનતા પાર્ટીમાં જનરલ સેક્રેટરી હતા.

કમર જહાંને પીએમ મોદીની પાકિસ્તાની બહેન એટલા માટે કહેવામાં આવે છે કે કારણ કે તેમનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. પરંતુ તેમના લગ્ન ભારતીય પેઈન્ટર મોહસીન શેખ સાથે થયા છે. ગયા વર્ષે કોરોનાના સંકટના કારણે તે પ્રધાનમંત્રીને રાખડી બાંધી નહોતી શકી. પરંતુ પોસ્ટ દ્વારા તેમને રાખડી મોકલી આપી હતી.

કમર જહાંનો પતિ મોહસીન શેખ અને પીએમ મોદી ખુબ જ સારા મિત્રો પણ હતા. કમર જહાંનું કહેવું છે કે જયારે હું પહેલીવાર તેમને દિલ્હીમાં મળી હતી ત્યારે તેમને ખબર પડી કે તે કરાચીથી છે અને અહીંયા લગ્ન કર્યા છે. ત્યારે તેમને મને બહેન કહીને સંબોધિત કરી હતી. મારો કોઈ ભાઈ નહોતો જેના કારણે મેં પીએમ મોદીને ભાઈ બનાવ્યા.

કમર જહાંએ જણાવ્યું કે એકવાર રક્ષાબંધન હતી અને તેમને મોદી ભાઈને રાખડી બાંધવાનો આગ્રહ કર્યો અને તેમને હાથ આગળ કરી અને રાખડી બંધાવી લીધી. ત્યારથી કમર તેમને રાખડી બાંધે છે. આ વખતે તેને આશા છે કે તે પીએમ મોદીને રાખડી બાંધવા માટે જરૂર જશે.

Niraj Patel