નીરજ ચોપડા ઉપર ઇનામોનો વરસાદ: કરોડો રૂપિયાના રોકડ સાથે લક્ઝુરિયસ કાર, મફત હવાઈ સફર… જાણો શું શું મળ્યું નીરજને

નીરજ ચોપડાએ શનિવારના રોજ ટોકિયો ઓલમ્પિકમાં દેશને એક મોટું સન્માન અપાવ્યું, તેને ભલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો અને આખો દેશ ખુશ ખુશાલ બની ગયો. આ સાથે જ નીરજ માટે ઈનામોની વણઝાર પણ વરસી ગઈ. નીરજ ચોપડાને કરોડો રૂપિયાના ઇનામોં મળ્યા છે. તો ચાલો જોઈને નીરજને કોને અને કેટલા ઇનામો મળ્યા.

હરિયાણા સરકારે કર્યો ઇનામોનો વરસાદ:
બહાલ ફેંકમાં સુવર્ણ પદક જીતનાર નીરજ ઉપર હરિયાણા સરકારે ઇનામોનો વરસાદ કરી રીઢો છે. હરિયાણા સરકારે નીરજને 6 કરોડ આપવાની જાહેરાત કરી છે. સાથે ગ્રેડ એની નોકરી અને પંચકુલામાં જમીન ખરીદવા ઉપર 50 ટકા સુધીની રાહત પણ આપવાનું કહ્યું છે. સાથે જ હરિયાણા સરકારે એ પણ જાહેરાત કરી છે કે પંચકુલામાં બનવા વાળા એથ્લિટ્સના સેન્ટર ફોર એક્સીલેન્સનો પ્રમુખ પણ નીરજને બનાવવામાં આવશે.

પંજાબ સરકાર આપશે 2 કરોડ:
નીરજ દ્વારા દેશને જે સન્માન અપાવવામાં આવ્યું છે તેના કારણે માત્ર હરિયાણા સરકાર જ નહીં પ્રાનુત પંજાબ સરકારે પણ 2 કરોડ આપવાની જાહેરાત કરી છે.

બીસીસીઆઈ અને ચેન્નાઇ સુપર કિંગ્સ પણ આપશે આટલા કરોડ:
તો નીરજને મળી રહેલા ઇનામોમાં દુનિયાની સૌથી અમીર ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ પણ સામેલ થઇ છે અને તેને એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત  આઇપીએલની ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી પણ એક કરોડ આપવાની જાહેરાત કરી છે.

આનંદ મહિન્દ્રા આપશે આ લક્ઝુરિયસ કાર:
કરોડની રોકડ રકમ મળવા ઉપરાંત નીરજ ચોપડાને એક શાનદાર એસયુવી કાર પણ આપવામાં આવશે અને તેને આ કાર આપશે દેશના અંગ્રજી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા. તેમને જાહેરાત કરી છે કે નીરજ ચોપડા જયારે ભારત આવશે ત્યારે તેને એક ચમચમાતી એસયુવી 700 ભેટ આપશે.

એક વર્ષ સુધી મળશે ફ્રી હવાઈ સફર:
નીરજને દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર ભેટ આપી રહ્યું છે ત્યારે હવે આ મામલામાં ભારતીય એરલાઇન કંપની ઈન્ડિગો પણ આગળ આવી છે. ઈન્ડિગો દાવર નીરજને એક વર્ષ સુધી ફ્રી હવાઈ સફરની સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત પણ નીરજને નાના મોટા ઢગલાબંધ ઇનામો મળવાના છે. ત્યારે નીરજ ચોપડામાંથી આજે ઘણા યુવાનો પ્રેરણા પણ લઈ રહ્યા છે. અને નિરાજની જેમ તે પણ રમતમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માગે છે.

Niraj Patel