માતા પિતા ઇચ્છતા હતા કે દીકરો કલેકટર બને, પરંતુ UPSCની તૈયારી છોડીને દીકરો બની ગયો ચા વાળો, હવે કરે છે આટલા કરોડનું ટર્નઓવર

દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમના સંતાનો ભણી ગણી અને ખુબ જ આગળ વધે, ઉપરાંત મોટાભાગના માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાનોને સરકારી નોકરી મળે. પરંતુ સંતાનો ઘણીવાર આવી નોકરીની ઈચ્છા રાખ્યા વગર કંઈક જુદું કરવાનો જ વિચાર કરતા હોય છે. ઘણા યુવાનો આમાં સફળતા મેળવે છે તો ઘણા લોકોને નિરાશા પણ ફળતી હોય છે.

આવું જ કંઈક મધ્ય પ્રદેશના યુવકો સાથે બન્યું છે, જેમાં તેમના માતા પિતા તેમના સંતાનો કલેકટર બને તેવી ઈચ્છા રાખી રહ્યા હતા અને તેમને સારા અભ્યાસ માટે સારી જગ્યાએ ભણવા પણ મોકલ્યા હતા, પરંતુ દીકરાઓએ એવો બિઝનેસ શરૂ કર્યો કે આજે તેમની કમાણી લાખોમાં નહિ પરંતુ કરોડોમાં છે.

આ કહાની છે અનુભવ અને આનંદની. જેમણે ચાના વ્યવસાય દ્વારા કરોડોની કમાણીનો બિઝનેસ શરૂ કર્યો છે. આપણા દેશની અંદર ચા સૌથી વધુ પીવામાં આવે છે અને અનુભવ અને આનંદે લોકોની આ જ લતને તેમના વ્યવસાયમાં ઉપયોગ કરી લીધી અને નાના એવા સ્ટાર્ટઅપ દ્વારા તે આજે કરોડો કમાવવા લાગ્યા છે. પરંતુ તેમની કહાની ખુબ જ પ્રેરણા દાયક છે.

અનુભવ દુબેના માતા પિતાએ તેને ગામથી આગળ અભ્યાસ કરવા માટે ઇન્દોર મોકલ્યો હતો, અને ત્યાં જ તેની મિત્રતા આનંદ નાયક નામના યુવક સાથે થઇ. બંને સાથે જ અભ્યાસ કરતા હતા અને થોડા જ દિવસમાં આનંદ અભ્યાસ છોડીને કોઈ સંબંધી સાથે બિઝનેસ કરવા લાગી ગયો.

તો બીજી તરફ અનુભવને તેના માતા પિતાએ યુપીએસસીની તૈયારી કરવા માટે દિલ્હી મોકલી દીધો. તેના માતા પિતા ઇચ્છતા હતા કે  તેમન દીકરો આઈએએસ ઓફિસર બને. સમય વીતતો ગયો અને બંને મિત્રો પોતાની મંજિલની શોધમાં લાગી ગયા. થોડા સમય બાદ આનંદનો ફોન આવ્યો અને બંને વચ્ચે ઘણી લાંબી વાતો ચાલી.

આ દરમિયાન આનંદે અભિનવને જણાવ્યું કે તેને બિઝનેસમાં મજા નથી આવી રહી. અને બંને હવે સાથે મળીને કોઈ નવો વ્યવસાય શરૂ કરીએ તેમ જણાવ્યું. અભિનવના મનમાં પણ ક્યાંક ને ક્યાંક બિઝનેસને લઈને મન બનેલું હતું. આ બાબત ઉપર બંનેએ ઘણી જ ચર્ચા કર્યા પછી બિઝનેસ કરવાનું નક્કી કર્યું.

પ્લાનિંગ કરવા દરમિયાન જ તેમના મનમાં વિચાર આવ્યો કે ભારતમાં પાણીથી વધારે ચા પીવામાં આવે છે. અને બંનેએ ચાનો સ્ટોલ ખોલવાનું નક્કી કર્યું, પરંતુ આના માટે તેમને એક યુનિક મોડલ બનાવવાનું પણ નક્કી કર્યું.અને આ વ્યવસાયમાં તેમને યુથને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું.

2016માં તેમને ઇંદોરની અંદર ત્રણ લાખના ખર્ચે એક સ્ટોલ શરૂ કર્યો. જેમાં કેટલુંક જૂનું ફર્નિચર ખરીદ્યુ તો કેટલાક પૈસા મિત્રો પાસે ઉછીના લઈને તમેને વ્યવસાયની શરૂઆત કરી. એવામાં તેમની પાસે પૈસા પણ પૂર્ણ થઇ ગયા અને બેનર લગાવવા માટેના પણ પૈસા નહોતા, જેના કારણે તમને હાથથી જ લાકડાના બોર્ડ ઉપર નામ લખી દીધું.

તેમને પોતાના આ સ્ટોલનું નામ પણ ખુબ જ યુનિક રાખ્યું “ચાય સૂટટા બાર”. અનુભવે જણાવ્યું કે તેના માટે આ સરળ નહોતું. તેના માતા પિતાને લોકો મહેણાં મારતા હતા કે દીકરો કલેકટર બનવાનો હતો અને ચા વેચવા લાગ્યો.અનુભવના પિતા પણ નહોતા ઇચ્છતા કે દીકરો આ કામ કરે. પરંતુ ધીમે ધીમે તેમનો વ્યવસાય ચાલવા લાગ્યો અને સારી કમાણી પણ થવા લાગી.

આજે તેમના આ બિઝનેસનું ટર્નઓવર 100 કરોડથી પણ વધારેનું છે. દેશભરમાં તેમના 165 આઉટલેટ્સ છે જે 15 રાજ્યોમાં ફેલાયેલા છે. આ વ્યવસાય દ્વારા તેમને 250 કુંભારોને પણ રોજગાર આપ્યો છે. જેમની પાસેથી તે કુલ્લડ ખરીદે છે. તેઓ જયારે પોતાના નવા આઉટલેટનું ઓપનિંગ કરે છે ત્યારે લોકોને ચા અને કોફી મફત પીવડાવે છે. જેના દ્વારા તેમનું માર્કેટિંગ પણ થઇ શકે.

તેમના આઉટલેટ્સ ઉપર રોજના 18 લાખ ગ્રાહકો આવે છે. અને તેઓ 9 અલગ અલગ પ્રકારની ચા બનાવે છે. તેમના આઉટલેટ્સ ઉપર 10 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીની ચા મળે છે. ધીમે ધીમે તે પોતાના આઉટલેટની સંખ્યા પણ વધારવાના છે.

Niraj Patel