સાસણ ગીરના બગીચામાં ખુલ્લે આમ ફરતો જોવા મળ્યો જંગલનો રાજા સિંહ, વીડિયો જોઈને તમે પણ ચોંકી ઉઠશો

જંગલના પ્રાણીઓ જાહેર રસ્તાઓ ઉપર ફરવાના અને ગામની અંદર પણ પ્રવેશી જવાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે ગુજરાતના ગીરમાંથી પણ સિંહો ગામની અંદર અને રોડ ઉપર ખુલ્લેઆમ ફરતા હોવાના ઘણા વીડિયો હાલ વાયરલ થયા છે, હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલો વીડિયો ગીરના દેવળીયા પાર્કનો જણાવવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે એક સિંહ દેવળીયા પાર્કમાં દાખલ થયો હતો. તે ખુબ જ આરામથી ફરી રહ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં જોઈને લોકો પણ હેરાન રહી ગયા હતા.

આ પહેલા પણ ગુજરાતમાંથી સિંહોના રસ્તા ઉપર ફરવાના ઘણા વીડિયો વાયરલ થતા જોવા મળ્યા છે. ગુજરાતની અંદર ગીર નેશનલ પાર્ક એવી જગ્યા છે જ્યાં સિંહો મુક્ત રીતે ફરી શકે છે. તેના દૃશ્યો પણ સોશિયલ મીડિયામાં આવતા હોય છે અને આવા વીડિયોને પણ ઘણા લોકો નિહાળતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હાલ સોશિયલ મીડિયામાં સિંહનો વાયરલ થઇ રહેલો આ વીડિયો માત્ર 15 સેકેન્ડનો જ છે. જેમાં જોઈ શકાય છે કે એક સિંહ આરામથી બગીચાના રસ્તા ઉપર ચાલી રહ્યો છે. એવું લાગે છે જાણે તેને ક્યાંક જવું છે. આ વીડિયોને જોઈને ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel