કેવી હોય છે હોટલના વેઈટરની ડેઇલી લાઈફ ? વીડિયો વાયરલ થતા જ મચી ગયો તહેલકો… જુઓ તમે પણ

અમદાવાદની હોટલના વેઈટરના આખા દિવસનું રૂટિન જોઈને ભાવુક થઇ ગયા સોશિયલ મીડિયા યુઝર્સ, વાયરલ થઈ રહ્યો છે વીડિયો, જુઓ

Video of the daily life of a waiter :આપણા દેશની અંદર ઘણા લોકો રોજી રોટી માટે પીઓટાનું ઘર છોડીને બહાર જતા હોય છે અને ત્યાં કેવી રીતે જિંદગી પણ જીવતા હોય છે તે આપણે બધા જાણીએ છીએ. ત્યારે આવા ઘણા લૉકૉની લાઈફ સ્ટોરી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને લોકો પણ તેને સાંભળીને ભાવુક થઇ જતા હોય છે. હાલ એક એવા જ વ્યક્તિની કહાની વાયરલ થઇ રહી છે, જે એક વેઈટર છે અને તેની ડેઇલી લાઈફ સાથે જોડાયેલો વીડિયો સામે આવ્યો છે.

સામે આવેલો વીડિયો અમદાવાદનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં એક વેઈટરની રૂટિન લાઈફ જોઈને લોકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @ninis.kitchen પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે કેવી રીતે વેઈટર સવારે ઉઠતાની સાથે જ તમામ કામ પૂર્ણ કરે છે. આખું ઘર એકદમ સ્વચ્છ અને ચોખ્ખુ લાગે છે. તેના કપડાં ફ્રીજમાં ફોલ્ડ કરીને રાખવામાં આવ્યા છે.

ફ્રેશ થયા પછી અને યોગ્ય રીતે કપડાં પહેર્યા પછી, વ્યક્તિ હોટેલ જાય છે. આખો દિવસ ગ્રાહકોના ઓર્ડર લઈ તેમને ખાવાનું પીરસે છે.  ઘણી હોટલોમાં વેઈટર 12-12 કલાક પણ કામ કરે છે. આ વીડિયો જોઈને નેટીઝન્સ ભાવુક થઈ ગયા છે. તેને અત્યાર સુધીમાં 28 હજારથી વધુ લાઈક્સ અને ઘણી કોમેન્ટ્સ મળી ચુકી છે. ઘણા યુઝર્સે લખ્યું છે કે આ વીડિયો એકદમ ઈમોશનલ છે.

 

View this post on Instagram

 

A post shared by Nini’s Kitchen (@ninis.kitchen)

Niraj Patel