14 વર્ષ મોટા બીજા ધર્મના યુવકે સાથે ખુશી ખુશી લગ્ન કર્યા પણ એક વર્ષમાં જ થયા છૂટાછેડા- જુઓ

4 વર્ષની ઉંમરથી જ મંદિરોમાં ગાતી હતી સુનિધિ ચૌહાણ, ઘરવાળા વિરૂદ્ધ જઇને યુવક સાથે કરી બેઠી લગ્ન અને પછી ઊંધે માથે…જાણો વિગત

બોલિવુડ સિંગર સુનિધિ ચૌહાણે ઘણા ઓછા સમયમાં જ તેના કરિયરની ઊંચાઇને સ્પર્શી લીધી હતી. પરંતુ તેની પર્સનલ લાઇફ એટલી સક્સેસફુલ ન રહી. સુનિધિએ તેના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. તેને નાની ઉંમરમાં જ પોતાનાથી 14 વર્ષ મોટા બોબી ખાન સાથે લગ્ન કરી લીધા હતા અને લગ્ન બાદ સુનિધિને લાઇફમાં ઘણા તોફાનોનો સામનો કરવો પડ્યો  હતો.

સિંગર સુનિધિને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં બ્રેક રામગોપાલ વર્માની ફિલ્મ “મસ્ત”થી મળ્યો હતો. સુનિધિએ હિંદી ઉપરાંત પણ કેટલીક ભાષાઓમાં ગીત ગાયા છે. સુનિધિએ વર્ષ 2013માં એશિયાની ટોપ 50 લેડીઝની લિસ્ટમાં જગ્યા મેળવી હતી. તેની ગાયિકી સાથે તેની પર્સનાલિટી પણ ઘણી અપિલિંગ રહી છે.

સુનિધિએ માત્ર 18 વર્ષની ઉંમરે તેનાથી 14 વર્ષ મોટા ડાયરેક્ટર બોબી ખાન સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો તો તેમના ઘરે ઘણો હંગામો મચી ગયો હતો.બોબી હતા અને સુનિધિથી ઘણા મોટા પણ હતા. પરિવારના વિરોધ બાદ પણ તેણે બોબી સાથે વર્ષ 2002માં લગ્ન કર્યા હતા અને તેમની સાથે રહેવા લાગી હતી.

લગ્નના એક વર્ષની અંદર જ તે બંને વચ્ચે મતભેદ શરૂ થઇ ગયા અને આખરે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. પરિવાર સાથે સંબંધ તૂટી ચૂક્યો હતો. આખરે આવામાં મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલિકે સુનિધિનો સાથ આપ્યો. સુનિધિ પાસે ઘર પણ ન હતુ. આવા સમયે અનુ મલિકે તેને પોતાના ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.

બોબીથી અલગ થઇ સુનિધિએ પૂરુ ધ્યાન તેના કરિયર પર લગાવ્યુ. પરંતુ વર્ષ 2012માં તેણે ફરી એકવાર લગ્ન કરવાનો નિર્ણય કર્યો. સુનિધિએ તેના જૂના મિત્ર અને મ્યુઝિશિયન હિતેશ સોનિક સાથે લગ્ન કરી લીધા. વર્ષ 2018માં સુનિધિ એક દીકરાની માતા બની ગઇ. ફિલ્મોમાં 11 વર્ષની ઉંમરથી જ સિંગિંગની શરૂઆત કરનાર સુનિધિનો જન્મ 1983માં નવી દિલ્લીમાં થયો હતો. સુનિધિએ તેના અનોખા અવાજને કારણે ઘણુ નામ કમાવ્યુ છે. સુનિધિ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું જાણિતું નામ છે.

સુનિધિએ તેના કરિયરની શરૂઆત 4 વર્ષની ઉંમરે કરી હતી. સુનિધિના પિતા એક થિએટર આર્ટિસ્ટ હતા. નાની ઉંમરમાં સુનિધિ સ્ટેજ શો અને પ્રતિયોગિતામાં ભાગ લેતી હતી. સુનિધિએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે સૌથી પહેલા તેણે એક જાગરણમાં ગાયુ હતુ. માતાના જગરાતામાં બે ગીત તેણે ગાયા હતા અને ત્યાંથી જ લોકોને લાગવા લાગ્યુ કે મારે બીજી જગ્યાએ પણ ગાવુ જોઇએ.

એક રિયાલિટી શો દરમિયાન અભિનેત્રી તબસ્સુમે આ નાની બાળકીનું ટેલેન્ટ ઓળખી લીધુ. તેણે સુનિધિના માતા-પિતાને મુંબઇ આવવા માટે કહ્યુ. તે બાદ સુનિધિએ મુંબઇ આવીને દૂરદર્શનના સિંગિંગ બેસ્ડ રિયાલિટી શો “મેરી આવાજ સુનો”માં ભાગ લીધો.

સુનિધિએ આ પ્રતિયોગિતા જીતી લતા મંગેશકર ટ્રોફીનો ખિતાબ હાંસિલ કરી લીધો. ત્યાંથી જ સંગીતની દુનિયામાં તેણે તેની જગ્યા બનાવવાની શરૂ કરી દીધી. ખરેખર તો સુનિધિ ચૌહાણનું નામ નિધિ ચૌહાણ છે. પરંતુ કલ્યાણ જીની એકેડમીમાંથી જે પણ લોકો નીકળ્યા તેમનું નામ ‘સ’થી શરૂ થતુ એટલા માટે નિધિ “સુનિધિ” બની ગઇ.

Shah Jina