વાવાઝોડાના કારણે 215 વર્ષ જૂનું ઝાડ થયું ધરાશાયી, વૃક્ષના નીચેથી નીકળી એવી વસ્તુ કે વાત જાણીને થશે હેરાની

દુનિયાભરમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવે છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કિલ થઇ જાય છે. આ કિસ્સા તેના પોતાનામાં અજીબોગરીબ હોય છે. એક એવી જ ઘટના આયરલૈંડમાંથી સામે આવી છે, જયાં તોફાનને કારણે ઉખડી ગયેલ 215 વર્ષ જૂના ઝાડ નીચે દબાયેલા રાઝે લોકોને હેરાન કરી દીધા.

આયરલૈંડમાં છેલ્લા દિવસોમાં તોફાનમાં એક 215 વર્ષ જૂનું ઝાડ પડી ગયુ અને આ ઝાડ જમીન પર આવી ગયુ, તેના પડતા જ તેના મૂળ બહાર આવી ગયા. આટલું જ નહિ એક અજીબ ઘટના પણ થઇ. જેને સાંભળીને તમને વિશ્વાસ નહિ થાય. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ કંઇક એવું જોઇ લીધુ કે તેમણે તરત જ પોલિસને બોલાવી દીધી.

લોકોની નજર જયારે ઝાડના મૂળ પર પડી તો તેમણે તરત પોલિસને બોલાવી, ઝાડની મૂળની નીચે એક કંકાલ પડ્યુ હતુ. આ કંકાલ અજીબોગરીબ જોવા મળી રહ્યુ હતુ. પોલિસે ત્યાં પહોંચી કંકાલ જોયુ પરંતુ તેમને કંઇ સમજ ના આવ્યુ તો તેમણે વૈજ્ઞાનિકોને બોલાવ્યા.

વૈજ્ઞાનિકોએ બરાબર તપાસ કરી અને કાર્બન ડેટિંગથી ખબર પડી કે કંકાલ 17થી 20 વર્ષના યુવકનું છે. સાથે જ કંકાલ એક હજાર વર્ષ જૂનુ હતુ. મર્યા પહેલા યુુવકને ઘણો પ્રતાડિત કરવામાં આવ્યો હતો. કંકાલની તપાસમાં ખબર પડી કે આ વ્યક્તિના શરીરને કાપવામાં આવ્યુ હતુ. હેરાનીની વાત તો એ હતી કે તેના હાથને પણ કાપવામાં આવ્યા હતા.

Shah Jina