ઓક્સિજનની અછત વચ્ચે દેશમાં બની મોટી ઘટના, મહારાષ્ટ્રના આ શહેરમાં ઓક્સિજન ટેન્ક લીક, જાણો વધુ વિગત

દેશમાં કોરોનાની બીજી લહેર વધુને વધુ ઘાતક સાબિત થઇ રહી છે. દેશમાં એક બાજુ ઓક્સિજનની ભારે સમસ્યા જોવા મળી રહી છે, તો બીજી બાજુ મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટી ઘટના બની છે. બુધવારે અહીં હુસેન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થઇ ગયું, ત્યાર પછી હડકંપ મચેલો છે. જે સમયે ઘટના બની ત્યારે હોસ્પિટલમાં 171 દર્દીઓ હતા.

Image source

20 કિલો લિક્વિડ ઓક્સિજન વેડફાઈ ગયો, ઓક્સિજનનો સપ્લાઈ લગભગ 30 મિનિટ સુધી રોકાઈ ગયો. તેના પગલે લગભગ 11 દર્દીઓના મૃત્યુ થયા છે. મહાનગરપાલિકાના અધિકારી કૈલાશ જાધવે આ મોતની પુષ્ટિ કરી છે. હાલ 30થી 35 દર્દીઓની સ્થિતિ નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે.

Image source

નાસિકના ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સીજન લીક થવાના કારણે સમગ્ર વિસ્તારમાં ઓક્સીજન ગેસ ફેલાઈ ગયો. રેસ્ક્યૂ માટે ફાયર બ્રિગેડની ટીમને આવવું પડ્યું અને હાલ હાલાત કાબૂમાં છે.

Image source

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે ઓક્સીજન લીક થવાના કારણે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના જીવ ગયા. જ્યારે અનેક લોકોની હાલત ગંભીર કહેવાઈ રહી છે. પરંતુ તેમણે કોઇ મોત થઇ છે કે નહિ તેના વિશે કંઇ જણાવ્યુ નથી.

Image source

તમને જણાવી દઇએ કે, જે સમયે ઓક્સિજનનો સપ્લાઈ રોકાઈ ગયો તે સમયે 171 દર્દીઓ ઓક્સિજન પર અને 67 દર્દીઓ વેન્ટીલેટર પર હતા. ઓક્સિજનનો સપ્લાઈ અટકવાથી હોસ્પિટલમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

Shah Jina