ઘણા વર્ષો પહેલા આ અભિનેત્રીએ ફિલ્મોથી બનાવી હતી દૂરી, સલમાન અને અજય સાથે કામ કરેલ અભિનેત્રી હવે કરી રહી છે આ કામ

11 વર્ષ પહેલા આ કારણે ફિલ્મોથી બનાવી લીધી હતી દૂરી, તમને ખબર છે અત્યારે કેવી દેખાય છે? જુઓ

અજય દેવગન, રંભા અને મિથુન ચક્રવર્તીની ફિલ્મ “જંગ”ની રીલિઝને 25 વર્ષ પૂરા થઇ ગયા છે. ડાયરેક્ટર ટી રામા રાવની ફિલ્મ “જંગ” 19 એપ્રિલ 1996ના રોજ રીલિઝ થઇ હતી. મલ્ટીસ્ટારર ફિલ્મનું બજેટ તે સમયે લગભગ 4 કરોડ રૂપિયાા હતુ. આ ફિલ્મમાં આદિત્ય પંચોલી, સદાશિવ અમરાપુરકર, સુજાતા મહેતા પણ લીડ રોલમાં હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર એવરેજ રહી હતી.

આ ફિલ્મની અભિનેત્રી રંભાની વાત કરીએ તો તેણે 11 વર્ષ પહેલા ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી હતી. રંભાએ બોલિવુડની સાથે સાથે સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. ફિલ્મ જગતમાં એવી કેટલીક અભિનેત્રીઓ છે જેણે તેના અભિનયના દમ પર દર્શકોનું દિલ જીત્યુ અને પછી ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી. આવી જ એક અદાકારા છે રંભા. જેણે સુપરસ્ટાર સલમાન ખાન સાથે પણ કામ કર્યુ છે.

અભિનેત્રી રંભાને આજે પણ કોઇ ઓળખની જરૂર નથી. તેણે તેના ફિલ્મી કરિયરની શરૂઆત સાઉથ સિનેમાથી કરી હતી. તેની પહેલી ફિલ્મ “આ ઓકટ્ટી અડક્કુ” હતી. આ ફિલ્મ 1992માં આવી હતી. આ ફિલ્મ બાદ તે બીજી સાઉથ ફિલ્મોમાં પણ નજરે પડી હતી. તે બાદ તેણે હિંદી સિનેમા તરફ પગલુ ભર્યુ. તેણે વર્ષ 1995માં ફિલ્મ “જલ્લાદ”થી બોલિવુડમાં પગ મૂક્યો.

આ ફિલ્મ બાદ તેણે ઘણી બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યુ. તેણે બોલિવુડના ઘણા શાનદાર કલાકાર સાથે પણ કામ કર્યુ છે, જેમાં સુપરસ્ટાર સલમાન ખાન, ગોવિંદા અને અજય દેવગન સામેેલ છે.

રંભા સલમાન ખાન સાથે સુપરહિટ ફિલ્મ “જુડવા” અને “બંધન”માં જોવા મળી હતી. તે બાદ તેણે “સજના” “મેં તેરે પ્યાર મેં પાગલ” “ક્રોધ” “બેટી નંબર 1” “ઘરવાલી બહારવાલી” “કયોંકિ મેં જૂઠ નહિ બોલતા” “જાની દુશ્મન : એક અનોખી કહાની” જેવી ફિલ્મોમાં જોવા મળી છે. રંભાની છેલ્લી બોલિવુડ ફિલ્મ “દુકાન પિલા હાઉસ” હતી. આ ફિલ્મ બાદ તેણે ફિલ્મોથી દૂર બનાવી લીધી હતી. જો કે તે મલયાલમ, કન્નડ, ભોજપુરી જેવી ફિલ્મોમાં કામ કરતી રહી.

રંભા છેલ્લે 10 વર્ષ પહેલા આવેલી તમિલ ફિલ્મ “પેન સિંગમ”માં જોવા મળી હતી. તે બાદ તેણે ફિલ્મી દુનિયાથી દૂરી બનાવી લીધી. તેણે વર્ષ 2010માં 8 એપ્રિલે કેનેડા બેસ્ડ બિઝનેસમેન ઇંદ્રાણ પદ્માનાથન સાથે લગ્ન કરી લીધા. તે બાદ તે કેનેડામાં શિફટ થઇ ગઇ.

લગ્નના એક વર્ષ બાદ રંભાએ વર્ષ 2011માં તેની મોટી દીકરી લાન્યાને જન્મ આપ્યો તે બાદ માર્ચ 2015માં તેની નાની દીકરી સાશાનો જન્મ થયો. 23 સપ્ટેમ્બર 2018ના રોજ તેેણે દીકરાને જન્મ આપ્યો.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2008માં રંભાની આત્મહત્યાની ખબરો સામે આવી હતી અને તે ત્યારે ખૂબ ચર્ચામાં આવી હતી. તેની આતમહત્યાની અફવા ઉડી હતી. એમ થયુ હતુ કે, રંભાને બેહોશીની હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આ ઘટના બાદ મીડિયાામાં એવી ખબર ફેલાઇ હતી કે તેણે સુસાઇટ કર્યુ છે.

આ વાત પર રંભાએ કહ્યુ હતુ કે મેં કયારેય સુસાઇડ કરવાની કોશિશ કરી નથી. મારા ઘરમાં લક્ષ્મી પૂજા હતી અને મેં પૂરો દિવસ ઉપવાસ રાખ્યો હતો જેને કારણે આવું થયુ હતુ.

તમને જણાવી દઇએ કે, લાંબા સમયથી રંભા મોટા પડદા પરથી ગાયબ છે. રંભા વર્ષ 2017માં “કિંગ્સ ઓફ કોમેડી જુનિયર” ટીવી શોમાં કામ કરી ચૂકી છે.

Shah Jina