“મારે ઘરે નથી જવું, અહીંયા જ રહેવું છે, ઘર જેવો માહોલ છે”, સુરતમાં 94 વર્ષના દાદીએ કોરોનાને હરાવ્યો

સુરત સીંગણપોરના મલ્ટીપર્પઝ આઇસોલેશન સેન્ટર પર 5 દિવસની સારવાર લઈ સાજા થયેલાં 94 વર્ષના વૃદ્ધ માજીએ ડોક્ટરો અને આમ આદમી પાર્ટીના સેવકોનો આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે મને ઘરે નથી જવું, અહીં જ રાખો, અહીં ઘર જેવો જ માહોલ છે, જે મને ગમે છે. આટલું સાંભળતાં તમામની આંખો છલકાય ગઈ હતી.


તમને જણાવી દઇએ કે, આ દાદી જડીબેન ઓલપાડનાં રહેવાસી છે. જો કે તેઓ કોરોના સંક્રમિત થયા હતા. તેમનો સંપૂર્ણ પરિવાર કોરોના સંક્રમિત થયો હતો. 5 દિવસ પહેલાં જ શરૂ થયેલા 25 બેડના સેન્ટરમાં દાદીએ પોતાની સારવાર કરતા ડોક્ટરો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સેવા-ચાકરી જોઈ પ્રભાવિત થયા હતા.

તેમને રજા મળી હોવાની જાણ થતાં જ ડોક્ટરોને કહી દીધું, હું કશે નહિ જાઉં, મને અહીં જ ગમે છે, તમારી સેવાનો વધુ લાભ લેવો છે, આ સાંભળી આખું આઇસોલેશન સેન્ટર ભાવુક બની ગયું હતું. દાદીના એક જ વાક્યથી તમામ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.

Image source

સીંગણપોરના મલ્ટીપર્પઝ આઇસોલેશન સેન્ટર પર 5 દિવસની સારવાર લઇ સાજા થયેલા 94 વર્ષ વૃદ્ધ માજીને ડોક્ટરો અને આમ આદમી પાર્ટીના સેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. માજીની આંખો છલકાઇ ગઇ હતી. સાથે સાથે સેન્ટર પર રહેલા સેવકો અને અન્ય સ્ટાફની આંખો પણ છલકાઇ ગઇ હતી.

 

Shah Jina