આ 9 વર્ષની બાળકીના હાથે લાગી એવી વસ્તુ કે જો વેચશે તો બની શકે કરોડપતિ !

9 વર્ષની બાળકીને મળ્યો આ જીવનો ખૂબ જ કિંમતી દાંત, વેચતા જ બની જશે અરબોપતિ

જો તમને અચાનક કોઇ એવી વસ્તુ મળી જાય જે ખૂબ જ કિંમતી હોય તો તમે તેનું શું કરો ? તમે જરૂર તેને પુરાતત્વના જાણકાર પાસે લઇ જાવ અને તેના વિશે જાણવાની કોશિશ કરો. કંઇક આવું જ 9 વર્ષની બાળકી સાથે થયુ, જ્યારે તે એક સમુદ્ર કિનારે ફરી રહી હતી. ક્રિસમસ પર અમેરિકાની 9 વર્ષની મૌલી સેમ્પસનને એ મળ્યુ, જેની શોધ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી.(તમામ તસવીરો સૌજન્ય : ફેસબુક/Alicia Bruce Sampson)

આ કોઇ રમકડુ કે કંઇ બીજુ નથી કે જેનાથી તેના જેટલી ઉંમરના બાળકો તેને શોધવા માટે ઉત્સાહિત હોય, પણ આ 5 ઇંચનો મેગાલોડન શાર્કનો દાંત છે. તમને જણાવી દઇએ કે, મૌલી સેમ્પસનને પેલિયોન્ટોલોજી પસંદ છે. તે મેરીલેન્ડના કેલ્વર્ટ બીચ પર જીવાશ્મોનો શિકાર કરવા નીકળી હતી. તેણે ક્રિસમસની સવારે તેના હાથના આકરના એક દાંતની શોધ કરી. મૌલીની માતા એલિસિયા સેમ્પસને જણાવ્યુ કે, કેવી રીતે મૌલી અને તેની બહેન નતાલીએ ક્રિસમસ ગિફ્ટ તરીકે ઇન્સ્યુલેટેડ ચેસ્ટ વાર્ડ્સ ચાલવા માટે કહ્યુ.

બંને બહેનો ઘણીવાર સમુદ્ર કિનારે શાર્ક જેવી માછલીઓના દાંત શોધે છે. સમુદ્ર તટ પર શોધ કરતા સમયે બહેનો તેના પિતા બ્રૂસ સેમ્પસન સાથે હતી. મૌલીની માતાએ ફેસબુક પર પોસ્ટ કરી જણાવ્યુ કે, મને પૂરેપૂરી ખાતરી છે કે મૌલી અનુભવી રહી છે કે આ અત્યાર સુધીની શ્રેષ્ઠ ક્રિસમસ છે.” મૌલીએ પ્રાણીનું અંગ જોયુ કે તરત જ તેણે તેના પિતાને કહ્યું કે દાંત પાણીમાં હતો. ફેસબુક પોસ્ટ સાથે જે તસવીર શેર કરવામાં આવી છે, તેમાં મૌલી છે.

મૌલી મેગાલોડોન દાંત પકડીને, તેના પિતા અને બહેન સાથે પોઝ આપે છે. નવ વર્ષની બાળકી અને પરિવારના સભ્યોએ સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો હતો. ધ ગાર્ડિયને કહ્યું કે મૌલી દાંત અને અન્ય અવશેષો શોધવા માંગતી હતી જેથી તે તેનો ઉપયોગ પરિવાર માટે ગળાનો હાર બનાવવા માટે કરી શકે. મૌલીની શોધને કેલ્વર્ટ મરીન મ્યુઝિયમમાં લઈ જવામાં આવી, જેણે સ્થાપિત કર્યું કે તે હવે લુપ્ત થઈ ગયેલ મેગાલોડન શાર્કનો દાંત હતા, જે લગભગ 3.5 મિલિયન વર્ષો પહેલા લુપ્ત થયા ત્યાં સુધી એક સમયે મહાસાગરોમાં ખીલ્યા હતા.

ધ વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, સોલોમોન્સમાં કેલ્વર્ટ મરીન મ્યુઝિયમમાં જીવાશ્મ વિજ્ઞાનના ક્યુરેટર સ્ટીફન ગૌડફ્રેએ દાંતની ઉંમર અને તલછટની ઉંમરની તપાસ કરી. જ્યાં એવું સામે આવ્યુ કે, તે એક શાર્કનો દાંત હોવાની સંભાવના છે જે 45 થી 50 ફૂટ વચ્ચે હતી. લાંબી અને લગભગ 15 મિલિયન વર્ષ જૂની હતી. કેટલાકે કહ્યું કે જો તે વેચવામાં આવે, તો છોકરી અબજોપતિ બની શકે છે.

Shah Jina