રડાવી દે તેવી તસવીર : 2 વર્ષના ભાઇની લાશને ખોળામાં લઇ બેસી રહ્યો 8 વર્ષનો માસૂમ

હે ભગવાન આ શું થઇ રહ્યું છે, 8 વર્ષનો માસૂમ 3 વર્ષના ભઈલાનો મૃતદેહ ખોળામાં લઈને બેસી રહ્યો, પિતા ભટકતા રહ્યા, મોટો દીકરો….

ઘણીવાર દેશમાંથી એવી એવી ચોંકાવનારી તસવીરો કે વીડિયો સામે આવે છે કે સાંભળી કે જોઇ આપણા રૂંવાડા ઊભા થઇ જાય. ઘણીવાર તો કેટલીક એવી પણ ઘટનાઓ સામે આવતી હોય છે કે તેને જોઇ આપણી પણ આંખમાંથી આંસુ વહેવા લાગે છે. મુરૈનામાં 8 વર્ષનો માસૂમ તેના 2 વર્ષના ભાઇની લાશને ખોળામાં લઇ બેસી રહ્યો હતો. સફેદ કપડાથી ઢંકાયેલી લાશ પર માખીઓ પણ આવી રહી હતી, મોટો ભાઇ તેને ઉડાવતો અને પછી મદદની ઉમ્મીદમાં આમ-તેમ નજર કરતો. આ બધુ 1-2 કલાક ચાલ્યુ, તેનું દિલ એમ પણ નાના ભાઇના જવાને કારણે ભારે હતુ. આ જેણે પણ જોયુ તેના રૂવાંડા ઊભા થઇ ગયા.

મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં રવિવારે આ વિચિત્ર ઘટના બની હતી. 8 વર્ષનો માસૂમ બે વર્ષના ભાઈની લાશને ખોળામાં લઈને રોડ કિનારે લાંબા સમય સુધી બેઠો હતો. હોસ્પિટલમાંથી ભાઈના મૃતદેહને લઈ જવા માટે એમ્બ્યુલન્સ ન મળવાને કારણે તેને આવું કરવું પડ્યું. તેના પિતા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા બીજે ક્યાંક ગયા હતા. આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે પિતાને ઘણી જગ્યાએ ભટકવું પડ્યું, પરંતુ એમ્બ્યુલન્સ મળી શકી નહીં. આ દરમિયાન કોતવાલી ટીઆઈએ બાળક પર ધ્યાન આપ્યું, ત્યારબાદ તેમણે મૃતદેહને હોસ્પિટલ મોકલ્યો અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી.

ઉલ્લેખનીય છે કે અંબાહના બડફરા ગામમાં રહેતા પૂજારામના બે વર્ષના પુત્ર રાજાની તબિયત બગડી હતી. તે પહેલા તેને અંબાહની હોસ્પિટલમાં લઈ ગયો. અહીં પ્રાથમિક સારવાર બાદ રાજાને મુરૈનાની જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યારે ડોક્ટરોએ અહીં બાળકની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેને એનિમિયા છે અને પેટમાં પાણી ભરાઈ ગયું છે. થોડા સમય પછી રાજાનું અવસાન થયું. આ દરમિયાન 8 વર્ષનો પુત્ર ગુલશન પણ તેની સાથે હતો.

રાજાને અંબામાંથી લાવનારી એમ્બ્યુલન્સ તેને છોડીને તરત જ પરત આવી હતી, તેથી પૂજારામને બીજી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવી પડી હતી. તેણે જિલ્લા હોસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફને પુત્રના મૃતદેહને લઈ જવા માટે વાહન આપવા કહ્યું હતું. પરંતુ, હોસ્પિટલના તમામ લોકોએ મૃતદેહ લેવા માટે હોસ્પિટલમાં કોઈ વાહન નથી, બહારથી કાર ભાડે કરો તેમ કહીને ના પાડી દીધી હતી. પૂજારામે હોસ્પિટલના પ્રાંગણમાં ઉભેલી એમ્બ્યુલન્સના સંચાલકને પૂછતાં તેણે દોઢ હજાર રૂપિયા માગ્યા હતા. પૂજારામ માટે આ રકમ ઘણી વધારે હતી. આથી તે ગુલશન અને તેના પુત્રની લાશ લઈને બહાર આવ્યો.

હોસ્પિટલની બહાર પણ તેને કોઈ વાહન મળ્યું ન હતું. આ પછી પૂજારામે ગુલશનને નેહરુ પાર્કની સામેના ગટર પાસે બેસાડી દીધો અને રાજાના મૃતદેહને ખોળામાં રાખીને સસ્તી એમ્બ્યુલન્સની શોધમાં ગયો.ઉલ્લેખનીય છે કે, પૂજારામને ચાર બાળકો છે. ત્રણ પુત્રો અને એક પુત્રી, જેમાંથી રાજા સૌથી નાનો હતો. તેની પત્ની તુલસા ત્રણ મહિના પહેલા ઘર છોડીને તેના પિયર ગઈ હતી. તે પોતે બાળકોની સંભાળ રાખે છે અને કામ પર પણ જાય છે.

Shah Jina