કોરોનાનો કહેર: એક જ પરિવારના 7 લોકોનો કોરોનાએ લીધો ભોગ અને એક વૃદ્દનું હાર્ટ એટેકથી થયુ નિધન

સમગ્ર દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે અને આ ઘાતક લહેરે તો ઘણા લોકોના પરિવાર ઉજાડી નાખ્યા છે. આવો જ એક કિસ્સો લખનઉના ઇમાલિયા પૂર્વામાંથી સામે આવી રહ્યો છે. કોરોનાએ તે પરિવારનું ઘણુ બધુ છીનવી લીધુ. કેટલાક દિવસોની અંદર જ કોરોનાની ઝપેટમાં આવવાથી 4 દીકરા, 2 બહેનો, માતા અને મોટી બહેને દમ તોડી દીધો.

ઓમકાર યાદવના પરિવાર પર એવુ સંકટ તૂટી પડ્યુ કે, તેમની બધી ખુશીઓ કોરોનાએ ઉજાડી નાખી. કેટલાક મહિના પહેલા હસતો રમતો પરિવાર અને થોડા જ દિવસમાં પરિવારના 8 લોકોની મોત… એક જ ઘરમાં 4-4 વિધવા. ઓમકાર યાદવનું કહેવુ છે કે, પૂરો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો અને એક સાથે સારવાર થઇ રહી હતી. પરંતુ હવે મોતનો સિલસિલો શરૂ થયો તો એવી હાલત થઇ ગઇ કે, ભાઇને ભાઇની મોત, માતાને દીકરાની મોતની ખબર પણ ના આપી. તેઓ કહે છે કે, તેમના 4 ભાઇઓ, માતા અને 2 બહેનોની કોરોનાથી મોત થઇ ગઇ.

મોટી માતા તેમના સામે થયેલ દીકરાની મોત સહન ના કરી શકી અને એટેક આવવાથી તેમનું પણ મોત થઇ ગયુ. ઓમકાર યાદવ અનુસાર, બધાની મોત 25 દિવસની અંદર થઇ છે. તેનું કહેવુ છે કે, તેમની માતા અને એક ભાઇની એક જ દિવસે અર્થી ઉઠી. તેમનું કહેવુ છે કે, પરિવારના 8 લોકોની મોત બાદ પણ પ્રશાસન અને સરકાર તરફથી કોઇ મદદ ના મળી કોઇ જોવા પણ ન આવ્યુ. ગામવાળાનું કહેવુ છે કે, પ્રશાસને ગામમાં ફેલાયેલ સંક્રમણ છત્તાં સેનેટાઇઝેશન કરાવ્યુ નહિ.

Shah Jina