ગીરની પ્રકૃતિના ખોળે યોજાયા અનોખા લગ્ન, 76 વર્ષના વરરાજાએ 65 વર્ષની દુલ્હન સાથે ધામધૂમથી કર્યા લગ્ન, જુઓ તસવીરો

દીકરા દીકરી અને પરિવારજનોએ રંગે ચંગે જોડી 76 વર્ષના પિતાની જાન, અનોખા લગ્નને જોવા માટે ઉમટી પડ્યું માનવ મહેરામણ, 65 વર્ષની દુલ્હનના ગળામાં પહેરાવી વરમાળા, જુઓ તસવીરો

76-year-old groom married a 65-year-old bride : દેશભરમાં હાલ  લગ્નની ધૂમ ચાલી રહી છે અને ઠેર ઠેર અઢળક લગ્નો પણ યોજાઈ રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પણ લગ્નની તસવીરો અને વીડિયોથી ભરાઈ ગયા છે, ત્યારે કેટલાક એવા લગ્ન પણ સામે આવતા હોય છે જે ચર્ચા જગાવી જાય છે. હાલ એક એવા જ લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં વરરાજા 76 વર્ષના હતા તો કન્યા 65 વર્ષની અને આ લગ્ન પ્રકૃતિથી ભરાયેલા ગીરમાં યોજાયા હતા.

76 વર્ષની ઉંમર કર્યા લગ્ન :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગીર પંથકમાં આવેલા મૂળ મરમઠ ગામમાં રહેતા અને ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક એવા નાથાભાઈ વાઢેરે 76 વર્ષની ઉંમરમાં તેમની 65 વર્ષીય પત્ની નિર્મળાબેન સાથે ફરીએકવાર લગ્ન કર્યા છે.  નાથાભાઈ વર્ષ 2007માં ઇસરોમાં વૈજ્ઞાનિક તરીકે જોડાયા હતા. ત્યાં તેઓ સિનયર અધિકારના પદ પર ફરજ બજાવતા હતા. 37 વર્ષ સુધી તેમને ઇસરોમાં સેવાઓ આપી જેના બાદ નિવૃત્ત થઈને તેઓ અમદાવાદમાં રહે છે.

સંતાનોએ કરાવ્યા માતા પિતાના ફરીવાર લગ્ન :

તેમને સંતાનોમાં એક દીકરો અને દીકરી છે. દીકરો વિપુલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહે છે તો દીકરી નેહા અમદાવાદમાં જ રહે છે, ત્યારે બંને ભાઈ બહેને તેમના પિતાની 50મી લગ્નની વર્ષગાંઠ પર તેમના ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું અને આ લગ્ન પણ તેમને ગીર જંગલની ગોદમાં પૂર્ણ કર્યા.આ લગ્ન એક રિસોર્ટમાં યોજાયા હતા.  લગ્ન પણ એકદમ ગામઠી સ્ટાઈલમાં યોજાયા હતા.  બળદગાડામાં જ જાન જોડાઈ હતી અને રીસપૉર્ટમાં આવી પહોંચી હતી.

બળદગાડામાં જોડાઈ જાન :

રિસોર્ટમાં બનાવેલા ખાસ મંડપની અંદર દુલ્હન બનેલા 65 વર્ષીય નિર્મલાબેનના ગળામાં 76 વર્ષના વરરાજા નાથાભાઈએ વરરમાળા પહેરાવી હતી.  આ લગ્નમાં પણ દરેક લગ્નની જેમ જ તમામ વિધિઓ કરવામાં આવી, સૌ સ્નેહીજનોએ મંગળ ગીતોપણ ગાયા. નાથાભાઈએ પોતાની પત્નીના સેંથામાં સિંદૂર પણ ભર્યું, મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું. તેમજ અગ્નિની સાક્ષીએ આ દંપતીએ ફેરા પણ ફર્યા હતા. ત્યારે હાલ ઠેર ઠેર આ અનોખા લગ્નની ચર્ચાઓ જોવા મળી રહી છે.

Niraj Patel