“હું પોતે જ પોતાની માલકીન છું” એવું કહીને આ 75 વર્ષના દાદી વેચી રહ્યા છે ફાફડા, તેમની કહાની સાંભળીને ભાવુક થઇ જશો, જુઓ વીડિયો

ફાફડાની લારી ચલાવી રહેલા આ 75 વર્ષના માજીના સાહસને જોઈને તમે પણ સલામ કરશો, કહાની છે ખુબ જ પ્રેરણાદાયક

તમારી અંદર જોમ અને તાકાત હોય તો તમારી ઉંમર કોઈ મહત્વ નથી રાખતી, તમે તમારી મહેનત અને હિંમતથી કોઈપણ ક્ષેત્રમાં ગમે તે ઉંમરે આગળ વધી શકો છો. એનું એજ એકક ઉમદા ઉદાહરણ એક 75 વર્ષના માજી આપી રહ્યા છે, જે આ ઉંમરે પણ જાતે મહેનત કરી અને પોતાનું જીવન વિતાવી રહ્યા છે. તેમની કહાની પણ ખુબ જ પ્રેરણાદાયી છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક 75 વર્ષના માજી ફાફડાની લારી ચલાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને હ્યુમન ઓફ બોમ્બે દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે કે “ફાંફા જમવાના, કામ કરવાનું, મજાની લાઈફ”.

ફાફડા વેચનારા આ માજીનું નામ કલાવંતી દોશી છે. આ વીડિયોની અંદર જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે નોકરી ખોઈ દીધા બાદ પોતાના પતિ સાથે રોડના કિનારે ફાફડાનો સ્ટોલ શરૂ કર્યો. તેના બાદ એ પણ જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે તેમને મુશ્કેલીથી પૈસા ભેગા કરવા માટે એક લારીને જ સ્ટોલમાં બદલી દીધી.


આ વીડિયો એ વાક્ય સાથે પૂર્ણ થાય છે કે, “હું પોતે જ પોતાની માલકીન છું, હું મારા પૈસા મારી જાતે કમાઉ છું.” જે વાત આ વીડિયોને વધારે મજેદાર બનાવે છે. આ ઉરપટ બેકગ્રાન્ડની અંદર ફિલ્મ “બંટી બબલી”નું ધડક ધડક ગીત પણ ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો આ વીડિયોની પ્રશંસા પણ કરી રહ્યા છે. સાથે જ આ માજીના સાહસને પણ વખાણી રહ્યા છે.

Niraj Patel