પતિ 75 વર્ષનો અને પત્ની 70 વર્ષની, લગ્નના 57 વર્ષ બાદ પ્રાપ્ત થયુ સંતાન સુખ…જેણે જોય તેની આંખો ચાર થઇ ગઈ

દાદી બનવાની 70 વર્ષની ઉંમરે પત્નીએ આપ્યો બાળકને જન્મ, જેણે જોય તેની આંખો ચાર થઇ ગઈ, બાળકનો વજન જાણીને ચોંકી જશો

હાલમાં સમગ્ર રાજય સહિત દેશમાં એક ચોંકાવનારો કિસ્સો ઘણો ચર્ચાનો વિષય બન્યો છે. એક દંપતી લગ્નના 54 વર્ષ પછી માતા-પિતા બન્યા છે. પતિ-પત્ની બંનેની ઉંમર 70 વર્ષથી વધુ છે. બાળકને જન્મ આપનાર મહિલાની ઉંમર 70 વર્ષની છે. જયારે બાળકના પિતાની ઉંમર 75 વર્ષ છે. આ દંપતીએ લગ્નના 54 વર્ષ બાદ સંતાન સુખ મેળવ્યુ છે. બાળકના પિતા ગોપીચંદ ભૂતપૂર્વ સૈનિક છે. બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન તેમને પગમાં ગોળી વાગી હતી. ગોપીચંદનું કહેવું છે કે હવે તેઓ પુત્રના જન્મ બાદ ખૂબ જ ખુશ છે. આ ઉંમરે માતા બન્યા બાદ પત્ની ચંદ્રાવતી પણ ખૂબ જ ખુશ છે.

પિતા ગોપીચંદ પણ તેમના પિતાના એકમાત્ર પુત્ર હતા. તેમણે વર્ષ 1968માં ચંદ્રાવતી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ઘણા પ્રયત્નો કરવા છતાં બાળક ન રહ્યુ. જે બાદ તેઓ સેનામાંથી નિવૃત્ત થયા હતા. પત્નીએ પણ સ્થળે સ્થળે સારવાર કરાવી. પણ કોઈ ફાયદો થયો નહિ. જે બાદ તેણે અલવરના IVF સેન્ટરમાંથી પત્નીની સારવાર કરાવી. બાળકનું વજન લગભગ 3 કિલો છે. રાજસ્થાનના અલવરમાં સોમવારે 70 વર્ષથી વધુ વયના એક વૃદ્ધ દંપતીના ઘરમાં કિલકારી ગુંજી ઉઠી હતી. ડૉક્ટરનું કહેવું છે કે આ ઉંમરે બાળકનો જન્મ થવાનો રાજસ્થાનમાં કદાચ આ પહેલો કિસ્સો છે.

જોકે, IVF ટેક્નોલોજીથી દેશ અને દુનિયામાં અનેક વૃદ્ધ યુગલો 70-80 વર્ષની ઉંમરે પણ માતા-પિતા બની ગયા છે. ઝુંઝુનુના નુહાનિયા ગામના ભૂતપૂર્વ સૈનિક ગોપીચંદને બાંગ્લાદેશ યુદ્ધમાં પગમાં ગોળી વાગી હતી. બંનેને સંતાન નહોતું. ગોપીચંદનું કહેવું છે કે તેઓ સમજી શકતા નથી કે પ્રથમ બાળકની ખુશી કેવી રીતે વ્યક્ત કરવી. ગોપીચંદ કહે છે, ‘હવે તેઓ પણ દુનિયામાં દરેકની સમાન બની ગયા છે. હવે કુળ પણ આગળ વધી શકશે. ચંદ્રાવતીની આંખોમાંથી વારંવાર ખુશીના આંસુ નીકળી રહ્યા છે. IVF પહેલા ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખાતું હતું.

આ ટ્રીટમેન્ટમાં સ્ત્રીના ઇંડા અને પુરુષના શુક્રાણુઓ મિક્સ કરવામાં આવે છે. જ્યારે ગર્ભની રચના થાય છે, ત્યારે તેને સ્ત્રીના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ જ જટિલ અને ખર્ચાળ છે, પરંતુ જેઓ ઘણા વર્ષોથી ગર્ભધારણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે આ વરદાન છે. આ પ્રક્રિયા અનેક તબક્કામાં પૂર્ણ થાય છે, જેમાં અંડાશયની ઉત્તેજના, સ્ત્રીના અંડાશયમાંથી ઇંડાનું નિકાલ, પુરૂષ પાસેથી શુક્રાણુ લેવા, ગર્ભાધાન અને ગર્ભને સ્ત્રીના ગર્ભાશયમાં મૂકવાનો સમાવેશ થાય છે. IVFના એક ચક્રમાં બેથી ત્રણ અઠવાડિયા લાગી શકે છે. ચંદ્રાવતી સાથે પ્રક્રિયા લગભગ 9 મહિના પહેલા કરવામાં આવી હતી.

સગર્ભાવસ્થાનો સમયગાળો પૂર્ણ કર્યા પછી, ચંદ્રાવતીએ પુત્રને જન્મ આપ્યો હતો. પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ 25 જુલાઈ 1978ના રોજ ઈંગ્લેન્ડમાં થયો હતો. હવે સરકારે ટેસ્ટ ટ્યુબ બેબી અંગે એઆરટી (આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક) એક્ટ બનાવ્યો છે. આ કાયદો જૂન 2022થી અમલમાં આવ્યો છે. આ કાયદા હેઠળ 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ ટેસ્ટ ટ્યુબ ટેક્નોલોજી દ્વારા માતા બની શકશે નહીં. મતલબ કે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવવા માટે મહિલાની ઉંમર 50 વર્ષથી ઓછી હોવી જોઈએ.

Shah Jina