7 કિલોમીટર લાંબો ડ્રેસ: 1400 સાડીઓ બની શકે એટલા મોટા વેડિંગ ગાઉનમાં દુલ્હને કર્યા લગ્ન, તસવીરો થઇ વાયરલ

દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેના લગ્ન ખાસ બને, પોતાના લગ્નની અંદર દરેક વ્યક્તિ કઈ ખાસ કરવા માંગે છે જેના કારણે તે યાદગાર બને. ત્યારે હાલમાં એક દુલ્હનનો લગ્નનો વેડિંગ ડ્રેસ ખુબ જ ચર્ચામાં છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

સાયપ્રસમાં એક દુલ્હને પોતાના લગ્નના દિવસે વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. દુલ્હને લગ્ન દરમિયાન એવો ડ્રેસ પહેર્યો કે જેનાથી તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું. કારણ કે આ ડ્રેસ 7 કિલોમીટર લાંબો હતો.

ડ્ર્સ સાથે આ મહિલાના વીડિયોને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પોતાના અધિકારીક ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે. મારિયા પરસ્કેવા નામની આ મહિલાએ પોતાના લગ્નમાં લગભગ 7 કિલોમીટર લાંબો ડ્રેસ પહેર્યો. ડ્રેસને મેદાનમાં એક છેડાથી બીજા છેડા સુધી ઘણીવાર પાથરવામાં આવ્યો.

મારિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે મારુ બાળપણથી જ સપનું હતું કે હું સૌથી લાંબા વેડિંગ વેલનો ગિનિસ રેકોર્ડ બનાવું. મારિયાએ જણાવ્યું કે આ વેડિંગ વેલ ને ગ્રાઉન્ડમાં યોગ્ય રીતે રાખવા માટે લગભગ 6 કલાક લાગ્યા. અને આ સાથે 30 વોલિન્ટિયર પણ સાથે હાજર હતા.

ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આ વીડિયો શેર કર્યા બાદ તે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર પણ લોકો હેરાન રહી ગયા છે અને આ વીડિયોને લઈને પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ તેની પ્રસંશા કરી તો ઘણા લોકો તેના રેકોર્ડની વાતો કરવા લાગ્યા.

તમને જણાવી દઈએ કે પશ્ચિમી દેશો સાથે દુનિયાભરના ઘણા દેશની મહિલાઓ પોતાના લગ્નમાં સફેદ રંગનો ડ્રેસ પહેરે છે. એટલું જ નહીં તે ડ્રેસ ઘણા લાંબા પણ હોય છે અને મારિયાએ પોતાના લગ્નમાં પણ આમ જ કર્યું અને તે વર્લ્ડ રેકોર્ડ બની ગયો.

Niraj Patel