7 કિલો સોયાબીનના દાણામાંથી બનાવી ખુબ જ સુંદર ગણેશજીની મૂર્તિ, ખર્ચ આવ્યો ફક્ત એક હજાર રૂપિયા, જુઓ તસવીરો

દેશભરમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરેક વ્યક્તિએ પોતાની રીતે ગણેશજીની સ્થાપના કરી છે. પર્યાવરણને અનુકૂળ ગણેશ મૂર્તિઓ મહારાષ્ટ્રના ઘણા ઘરો અને મંડળોમાં શણગારવામાં આવી છે. ગણેશ ચતુર્થી ખાસ કરીને મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે, પરંતુ હવે લોકોએ દેશના ઘણા ભાગોમાં ગણેશ ચતુર્થીની ઉજવણી શરૂ કરી દીધી છે અને પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરવાનું શરૂ કરી દીધું છે.( તસવીરો સૌજન્ય: આજતક)

ગણેશ ચતુર્થી પર લોકો પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે. પ્લાસ્ટર ઓફ પેરિસ સહિત અનેક સામગ્રીમાંથી બનેલી ગણેશજીની મૂર્તિઓ બજારોમાં ઉપલબ્ધ છે. પરંતુ આ પદાર્થોથી બનેલી મૂર્તિ આપણા પર્યાવરણ માટે હાનિકારક માનવામાં આવે છે. આપણા પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે આપણે આપણા ઘરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરી શકીએ છીએ.

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં કેટલાક ખેડૂતોએ સોયાબીનના અનાજમાંથી ગણેશની મૂર્તિઓ બનાવી છે. જિલ્લાના કામરગાંવના જય ભવાની-જય શિવાજી સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. તે કોઈ થર્મોકોલ અથવા પીઓપીથી નહીં પરંતુ સોયાબીનના દાણાથી બનાવવામાં આવી છે.

આ મૂર્તિ બનાવવા માટે 7 કિલો સોયાબીનના દાણા લાગ્યા હતા અને આ મૂર્તિ 16 દિવસમાં તૈયાર કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ મંડળના સભ્ય તરીકે ખેડૂત અને ખેડૂત પુત્રનો સમાવેશ થાય છે. 7 ખેડૂતોએ તેમના ઘરેથી 1-1 કિલો સોયાબીન એકત્રિત કરીને આ મૂર્તિ બનાવી.

જો આપણે ખર્ચની વાત કરીએ તો 400 રૂપિયા સોયાબીન, 100 રૂપિયા ફેવિકોલ અને કેટલાક ચિલ્લર સામાન એટલે કે લગભગ 1000 રૂપિયાના ખર્ચ આવ્યો હતો. મંડળના અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વજન માત્ર 30 થી 35 કિલો છે. માત્ર 1 હજાર રૂપિયામાં બનેલી આ મૂર્તિ ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

Patel Meet