ક્રિકેટર બન્યા પહેલા ખુબ જ ગરીબીમાં જીવન વિતાવ્યું છે આ 7 ખેલાડીઓએ, તસવીરો જોઈને તમે ભાવુક થશો

સફળતાનાં શિખરે પહોંચવું કઈ સહેલું નથી હોતું, તેના માટે અપાર મહેનત અને પરિશ્રમ કરવો પડે છે. આવી સફળતાની ઘણી કહાનીઓ આપણી આસપાસ પડેલી છે. પરંતુ આજે અમે તમને ભારતીય ટીમના એવા ક્રિકેટરો વિશે જણાવવાના છીએ જેમે મહેનત કરી અને ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવી અને ખુબ જ ગરીબીમાંથી આગળ આવી આજે પોતાનું નામ અને કરોડોની સંપત્તિ હાંસલ કરી છે.

1. ઈરફાન અને યુસુફ પઠાણ:
ભરતીય ક્રિકેટ ટીમમાં પઠાણ બંધુઓની જોડી ખુબ જ વખાણવામાં આવે છે. ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ ખુબ જ ગરીબીમાંથી બહાર આવ્યા છે. બંને ભાઈઓ એક સમયે મસ્જિદની અંદર સફાઈનું કામ કરતા હતા, તેમના પિતા અત્તર પણ વેંચતા હતા, પરંતુ આજે ક્રિકેટ જગતમાં બંને ભાઈઓનું ખુબ જ મોટું નામ છે.

2. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા:
ભારતીય ટીમના ઓલરાઉન્ડર તરીકે ભૂમિકા ભજવનારા પંડ્યા બ્રધર્સે પણ ગરીબીનો સામનો કર્યો છે. આ ભાઈઓ પાસે એક સમયે જમવાના પણ પૈસા નહોતા તે મેગી ખાઈને દિવસો પસાર કરતા હતા. પરંતુ આજે તેમની મહેનતના દમ ઉપર એક નામ બનાવી ચુક્યા છે.

3. ભુવનેશ્વર કુમાર:
ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પણ ખુબ જ સંઘર્ષ કર્યો છે. તેની જીવન પણ ખુબ જ કઠિન રહ્યું છે. એક સમય એવો પણ હતો કે જયારે ભુવિ પાસે પગમાં પહેરવા માટે ચપ્પલ પણ નહોતા અને આજે તે ભારતીય ટીમનો સ્ટાર બોલર બની ગયો છે.

4. રવિન્દ્ર જાડેજા:
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું નામ આજે સમગ્ર વિશ્વમાં ગુંજે છે. આજે જાડેજા પાસે નામ, પૈસા, ઈજ્જત ભરપૂર છે. પરંતુ એક સમયે તેની પાસે આ બધું નહોતું. જાડેજાના પિતા પણ એક પ્રાઇવેટ કંપનીની અંદર વોચમેન તરીકે કામ કરતા હતા. પરંતુ જાડેજાએ મહેનત કરી અને પોતાન દમ ઉપર આજે આ નામ મેળવ્યું છે.

5. ઉમેશ યાદવ:
ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પણ ગરીબી જોઈ છે. તેના પિતા કોલસાની ખાણની અંદર મજૂરી કરતા હતા. તેનો પરિવાર એટલો ગરીબ હતો કે તે 12માં સુધીનો અભ્યાસ પણ ના કરી શક્યો, પરંતુ તેને પોતાનું લક્ષ્ય ના છોડ્યું અને આજે ભારતીય ટીમનો એક ભાગ બની ગયો છે.

6. મહેન્દ્ર સિંહ ધોની:
ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન વિશે તો મોટાભાગના લોકો તેમના જીવન ઉપર બનેલી ફિલ્મ જોઈને જ જાણી ગયા છે. ધોનીએ પણ ખુબ જ ગરીબીમાંથી બહાર આવીને આ મુકામ હાંસલ કર્યું છે.

7. મુનાફ પટેલ:
ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલનું જીવન પણ ખુબ જ સંઘર્ષોથી ભરેલું છે. મુનાફે પણ તેના જીવનમાં ખુબ જ ગરીબી જોઈ છે. તેને મજૂરી પણ કરી છે. પરંતુ તેની પ્રતિભા તેને ભારતીય ટીમનો ભાગ બનાવી ગઈ.

Niraj Patel