આખા ઘરને લોકોએ ઊંચક્યું પોતાના ખભા પર, અને પછી લઇ ગયા એક જગ્યાએથી બીજી જગ્યાએ, વીડિયો જોઈને તમે પણ રહી જશો હેરાન, જુઓ

વૃદ્ધ દાદાના આખા ઘરને લોકોએ ઉઠાવીને મૂકી આપ્યું બીજી જગ્યાએ, કારણ જાણીને તમે પણ ભાવુક થઇ જશે, જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર ઘણીવાર અજીબો ગરીબ ઘટનાના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણીવાર વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય અને આવા વીડિયો આખી દુનિયામાં ચર્ચાનો વિષય પણ બનતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કેટલાક લોકો આખા ઘરને ખભે ઉઠાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં કેટલાક લોકો એક ઘરને ઉઠાવીને બીજી જગ્યાએ શિફ્ટ કરી રહ્યા છે. વીડિયોમાં જણાવ્યા અનુસાર આ ઘરમાં એક વૃદ્ધ એકલા રહેતા હતા. તેમની દેખરેખ રાખવા વાળું પણ કોઈ નહોતું. એ વૃદ્ધની પત્નીનું પણ નિધન થઇ ગયું હતું. પરિવારના અન્ય સદસ્યો તેમના ઘરથી થોડે દૂર બીજા ઘરમાં રહેતા હતા. તેમનો દીકરો અને પૌત્ર પૌત્રીઓ પણ બીજી જગ્યાએ રહેતા હતા.

વૃદ્ધના પરિવારજનો પણ તેમને કહેતા હતા કે તે નજીકમાં ક્યાંક શિફ્ટ થઇ જાય પરંતુ ત્યાં આસપાસ કોઈ ઘર ખાલી નહોતું. જેના કારણે સ્થાનિક લોકોએ જ વૃદ્ધના ઘરને ઉઠાવીને પરિવારના લોકો નજીક શિફ્ટ કરી દીધું. આ અસંભવ લગતા કામની અંદર લગભગ 2 દર્જન લોકોએ ભેગા મળીને કામ કર્યું હતું. તેમને લાંબા લાકડા લીધા અને તેના પર આખું ઘર ટેકવીને બીજી જગ્યાએ શિફ્ટ કરી દીધું.

આ ઘર શિફ્ટ થઇ ગયા બાદ વૃદ્ધની દીકરીએ બધા માટે એક પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. સોશિયલ મીડિયામાં હવે આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને ગુડ ન્યુઝ મોમેન્ટ નામના ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં 26 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને 2 લાખથી પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે, સાથે જ ઘણા લોકો કોમેન્ટમાં આ કામની પ્રસંશા પણ કરતા જોવા મળ્યા.

Niraj Patel