અજબ પ્રેમની ગજબ કહાની : 67 વર્ષના દાદીનું દિલ આવ્યુ 28 વર્ષના ભોલુ પર, સાથે રહેવા માટે કર્યુ એવું કે માન્યામાં નહિ આવે

67 વર્ષના દાદીનું 28 વર્ષના જુવાન પર આવ્યું દીલ, લગ્ન વગર જ મજા કરવા લાગ્યા…કપલને જોઈ લોકોનું મોઢું પહોળું થઈ ગયું, જુઓ તસવીરો

ઉંમર તો ખાલી એક નંબર છે અને સાચા પ્રેમમાં ઉંમરનું કોઇ બંધન હોતુ નથી. આ વાતો તમે ઘણીવાર સાંભળી હશે. પરંતુ અસલ જીવનમાં કેટલાક પ્રેમી ઉંમરના બંધનોને પાછળ છોડી મહોબ્બતના રસ્તે આગળ વધે છે. વર્ષ 1981માં એક ફિલ્મ આવી હતી “પ્રેમ ગીત”, જેમાં એક ગીત હતુ ‘ના ઉમ્ર કી સીમા હો, ના જનમ કા બંધન, જબ પ્યાર કરે કોઇ તો દેખે કેવલ મન’. આ ગીતને સાકાર કરી બતાવ્યુ છે એક 67 વર્ષના દાદી અને 28 વર્ષના યુવકે…67 વર્ષના દાદીને 28 વર્ષના યુવક સાથે પ્રેમ થઇ ગયો અને તે બંને લિવ ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છે.

બંને એકબીજાને ઘણો પ્રેમ કરતા હતા પરંતુ તે બંને લગ્ન કરવા માંગતા ન હતા. માટે તેમણે લિવ ઇન રિલેશન માન્યતા આપવા માટે જિલ્લા કોર્ટમાં નોટરી પેશ કરી. રામકલી 67 વર્ષના છે, જ્યારે ભોલુ માત્ર 28 વર્ષનો છે. બંને લિવ-ઈનમાં રહે છે અને હવે આ જ રીતે પોતાનું ભાવિ જીવન પસાર કરવા માંગે છે. આ માટે તેમણે ગ્વાલિયર કોર્ટમાંથી નોટરી બનાવી છે. રામકલી અને ભોલુ કહે છે કે બંને એકબીજાને પ્રેમ કરે છે. તેઓ છેલ્લા 6 વર્ષથી લિવ-ઈન રિલેશનમાં રહે છે અને આગળ પણ સાથે રહેવા માંગે છે. બંને પુખ્ત છે.

લિવ-ઈન રિલેશનમાં રહીને ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય અને તેમના સંબંધોને પહેલા કરતા વધુ મજબૂત બનાવવા માટે તેઓ તેમના સંબંધને નોટરાઈઝ કરાવવા આવ્યા છે. એડવોકેટ દિલીપ અવસ્થીએ જણાવ્યું છે કે દંપતી મોરેના જિલ્લાના કૈલારસના રહેવાસી છે. 67 વર્ષીય રામકલી અને 28 વર્ષીય ભોલુ પ્રેમમાં છે અને એકબીજા સાથે રહેવા માંગે છે, પરંતુ લગ્ન કરવા માંગતા નથી.

લિવ-ઈન રિલેશનમાં હોય ત્યારે કોઈ વિવાદ ન થવો જોઈએ, તેથી બંનેએ નોટરી કરાવી છે. નોટરી માટે, તેઓએ લિવ-ઈન રિલેશન હોવાના કારણે ગ્વાલિયરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમના દસ્તાવેજો રજૂ કર્યા છે. જો કે, આવા દસ્તાવેજ માટે કોઈ કાનૂની સમર્થન નથી. સંપર્ક અધિનિયમ ફક્ત ઇસ્લામમાં માન્ય છે. સંપર્ક હિન્દુ લગ્ન કરારની શ્રેણીમાં આવતો નથી.

Shah Jina