BREAKING: અરે રે ! દેશમાં આ જિલ્લામાં 600થી વધુ બાળકો થયા કોરોનાથી સંક્રમિત

ગુજરાતના આ પાડોશી રાજ્યમાં 600થી વધુ બાળકો કોરોનાના શિકાર- જાણો સમગ્ર વિગત

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશને ઘમરોળી નાખ્યો છે અને તેમાં પણ આ બીજી લહેર તો ઘણી ઘાતક પણ સાબિત થઇ રહી છે.

હવે કોરોનાની ત્રીજી લહેરની આશંકાથી લોકો ચિંતિત છે કેમ કે ત્રીજી લહેરની સૌથી વધુ અસર બાળકો પણ થશે. હવે આ બધા વચ્ચે ઘણા જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના બે જિલ્લાઓમાં બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

રાજસ્થાનમાં 600થી વધુ બાળકો કોરોના સંક્રમિત થવાથી હાહાકાર મચી ગયો છે. દૌસામાં સિકરાય ઉપખંડના એક ગામના બે બાળકો એક 9 વર્ષ અને એક 10 વર્ષના છે તેમને કોરોનાએ ઝપેટમાં લીધા છે.

આ બંને બાળકોના પિતા કોરોના પોઝિટિવ હતા અને તેમનું નિધન થઇ ગયુ છે પરંતુ તે બાદ કોરોનાએ આ બંને બાળકોને પણ તેની ઝપેટમાં લઇ લીધા. આવી જ રીતે દૌસામાં એક બે વર્ષનુ બાળક કોરોના પોઝિટિવ થઇ ગયુ છે.

સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, એકલા દૌસામાં 1થી 21 મે વચ્ચે 18 વર્ષથી ઓછી ઉંમરના 341 બાળકો પોઝિટિવ આવ્યા છે જે હાલ દૌસાનો છે તેવો જ ડુંગરપુરનો છે.

ડુંગરપુરમાં પણ બાળકો ઝડપથી કોરોનાનો શિકાર થઇ રહ્યા છે. ડુંગરપુરમાં 12મેથી લઇને 22 મે સુધી 18 વર્ષથી ઓછી ઉંમરના 255 બાળકો સંક્રમિત થયા છે.

ડુંગરપુરના સીએમઓ રાજેશ શર્મા જણાવે છે કે, છેલ્લા 10 દિવસમાં 250થી વધુ બાળકો કોરોના સંક્રમિત થયા છે, જો કે, હાલ તો કોઇની મોતની ખબર નથી. પરંતુ ખતરો તો તેટલો જ વધારે છે.

Shah Jina