ટ્રાફિક સિગ્નલ ઉપર લાલ બત્તી જોવા છતાં પણ ના ઉભો રહ્યો કાર ચાલાક, પછી સર્જાયો આવો ભયંકર અકસ્માત

છેલ્લા થોડા સમયથી દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવવા લાગી છે, જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ઘણા અકસ્માત આસપાસ લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઇ જાય છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. હાલ એવા જ એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક ભયંકર અકસ્માત સર્જાતો જોઈ શકાય છે. જેમાં એક કાર ચાલક રેડ સીગ્નલ ઉપર પણ ઉભો નથી રહેતો અને આ ભયાનક અકસ્માત સર્જાય છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક કાર સામેથી આવે છે. જેને એક કાર બીજી તરફથી ટક્કર મારે છે. આ કાર જઈને સામે બીજી કારમાં અથડાય છે. જેના કારણે તે કાર હવામાં ઊડતી દેખાય છે.

હવે જે કારની ટક્કર થઇ હતી, તે છેક આગળ સુધી ઉડી અને બીજી કારના બોનેટ ઉપર જઈને પડે છે. આ દુર્ઘટનામાં લગભગ 6 કારને નુકશાન થયું હતું. હેરાનીની વાત તો એ હતી કે આ અકસ્માતમાં કોઈને નુકશાન પહોંચ્યું હતું. આ વીડિયો 17 ઓક્ટોબર 2021નો હોવાનું સામે આવ્યું છે અને મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના અમેરિકાના ઇન્ડિયાનાની જણાવવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, ઘણા લોકો આ વાયરલ વીડિયોને જોઈને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ ભયાનક અકસ્માતના વીડિયોને લોકો શેર કરી રહ્યા છે.

Niraj Patel