હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના મહામારી આતંક મચાવી રહી છે અને આ વચ્ચે દેશમાં વેક્સિનેશન પણ ચાલુ છે. કોરોનાના સંક્રમણથી બચવા હાલ વેક્સિન જ એક ઉપાય છે. ત્યારે વેકિસન લેવી હવે દરેકની ફરજ બની ગઇ છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં વેકિસન લીધા બાદ એક 51 વર્ષિય વડીલે 3 દિવસમાં કોરોનાને માત આપી.
સુરતના 51 વર્ષના દર્દીને તાજેતરમાં જ કોરોના થયો. તેમણે બન્ને વેકસિન લીધાના એક મહિના બાદ કોરોના થયો. શરૂઆતમાં ઘરે જ સારવાર ચાલુ કરી હતી. ડાયાબિટીસ હતો એટલે તેઓ અને પરિવાર પણ ચિંતિત હતો. ત્રણ દિવસ બાદ તેમનું ઓકિસજન લેવલ સામાન્ય કરતા ઓછું થતા દાખલ કરવામાં આવ્યા. ઓકિસજન ડ્રોપ થતા ડૉ.પ્રતિક સાવજે સિટી સ્કેન કર્યો. પણ ફેફસાનાં સહેજપણ ઈન્ફેકશન દેખાયું નહીં. સપોર્ટીવ દવાઓ આપ્યા બાદ ત્રણ જ દિવસ પછી તેઓ સાજા થઈ ગયા અને તેમને રજા પણ આપી દેવામાં આવી હતી.
સુરતના 35 વર્ષય યુવકને કોરોના થયો. શરૂઆતમાં તાવ,ખાંસીના લક્ષણો હતો. શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સિટી સ્કેન રિપોર્ટમાં ફેફસામાં ઈન્ફેકશન 29 ટકા જણાયું. રેમડેસિવિર ઈન્જેકશન આપવા છતાં તકલીફ વધી. છઠ્ઠા દિવસે તેમને બાયપેપ પર મૂકવા પડયા તેવી સ્થિત આવી ગઈ. આઠમાં દિવસે સિટી સ્કેન કર્યો તો ફેફસામાં 80 ટકા ઈન્ફેકશન જણાયું. હાલમાં આ દર્દીની સારવાર ચાલી રહી છે. ડોકટર પ્રતિક સાવજ કહે છે કે- તે સ્વસ્થ થઈ જશે પણ હજુ રિકવરીમાં સમય લાગી જશે.
તમને જણાવી દઇએ કે, સુરતની ખાનગી હોસ્પિટલમાં તાજેતરમાં દાખલ બે દર્દીઓના ભાસ્કરે સીટી સ્કેન રિપોર્ટ મેળવ્યા છે. એક દર્દીની ઉંમર 51 વર્ષ છે જેમને ડાયાબિટીસ હતો અને વેકસિનના બન્ને ડોઝ લીધાના એક મહિના પછી કોરોના થયો. સિટી સ્કેન રિપોર્ટમાં તેમના ફેફસાં નોર્મલ જણાયા. એટલે કે ઇન્ફેકશન ફેફસા સુધી પહોંચ્યુ ન હતુ. જયારે અન્ય એક 35 વર્ષીય યુવા દર્દી હજુ સારવાર હેઠળ છે. તેણે રસીનો એક પણ ડોઝ લીધો નથી. તેના ફેફસામાં 80 ટકા ઇન્ફેકશન છે. હાલ તે બાયપેપ પર છે અને તેને રિકવર થતા સમય લાગશે.
સૌજન્ય : દિવ્ય ભાસ્કર