આ તે કેવો પ્રેમ ? 50 વર્ષની માલકીન સાથે થઇ ગયો 20 વર્ષના નોકરને પ્રેમ, માલકીને કહ્યું, “તૂટીને પ્રેમ કર કે પછી પાગલ કરી દે…” જુઓ વીડિયો

અજબ પ્રેમની ગજબ કહાની, 50 વર્ષની મલકીને કર્યા 20 વર્ષના નોકર સાથે લગ્ન, જુઓ ખાસ તસવીરો

ઇન્ટરનેટ ઉપર ઘણા લોકોની એવી એવી પ્રેમ કહાનીઓ વાયરલ થતી હોય છે જેને જાણીને કોઈના પણ હોશ ઉડી જાય. ઘણી પ્રેમ કહાનીઓમાં નાની ઉંમરની છોકરીને કોઈ મોટી ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ થઇ જાય છે તો ઘણીવાર મોટી ઉંમરની સ્ત્રીને નાની ઉંમરના યુવક સાથે, અને આ પ્રેમ કહાની લગ્નમાં પણ પરિણમતી હોય છે. આવી ઘણી પ્રેમ કહાનીઓના વીડિયો પણ સામે આવ્યા છે. હાલ એવી જ એક કહાની વાયરલ થઇ રહી છે, જેમાં એક નોકરને તેની માલકીન સાથે પ્રેમ થઇ ગયો.

કહેવાય છે કે પ્રેમ હોય ત્યારે કશું દેખાતું નથી. પ્રેમમાં બધું વ્યાજબી  છે. જીવનના કોઈપણ તબક્કે ક્યારે કોઈના પ્રેમમાં પડી જવું તે કોઈ જાણતું નથી. જો નાની ઉંમરે પ્રેમ થઈ શકે તો વૃદ્ધાવસ્થામાં પણ લોકો સફળ થઈ શકે છે. 50 વર્ષની શાઝિયાએ આ વાત સાચી સાબિત કરી છે. જે પોતાનાથી 30 વર્ષ નાના ફારૂકના પ્રેમમાં પડી હતી. પોતાના જ નોકરને પ્રેમ કરતી આ મહિલાએ પ્રેમના માર્ગમાં ઉંમરનો તફાવત આવવા દીધો ન હતો.

વાસ્તવમાં ફારૂક શાઝિયાના ઘરમાં નોકર હતો. બંને વચ્ચે પ્રેમનું પુષ્પ ક્યારે ખીલ્યું તેની ખુદને પણ ખબર ન પડી. આ કપલ હવે પરણિત પણ છે. કહેવાય છે કે જ્યારે પ્રેમ ખીલે છે ત્યારે વ્યક્તિ ઉંમરનું અંતર જોતો નથી. જ્યારે શાઝિયા પણ ફારુકના પ્રેમમાં પડી ત્યારે તેને કંઈ દેખાતું નહોતું. ફારૂક અને શાઝિયા બંને પાકિસ્તાનના સરગોધાના રહેવાસી છે.

યુટ્યુબર સૈયદ બાસિત અલી સાથેની વાતચીતમાં, દંપતીએ તેમની રસપ્રદ લવ સ્ટોરી વર્ણવી. શાઝિયા કહે છે કે તે એકલી રહેતી હતી. પછી તેને ફારુકને નોકરીએ રાખ્યો. ફારૂક તેના માટે સારું જમવાનું બનાવતો હતો અને તેની સારી સંભાળ પણ રાખતો હતો. શાઝિયાએ કહ્યું કે મારી પાસે કોઈ નથી. જ્યારે મેં ફારુકને પૂછ્યું તો તેણે કહ્યું કે તે પણ એકલો છે અને તેનું પણ કોઈ નથી. શાઝિયાએ કહ્યું કે તેણે પહેલા પ્રપોઝ પણ કર્યું, ત્યારબાદ ફારુકે પણ હા પાડી.

તે જ સમયે, ફારુક સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે તે મને નોકરની જેમ નથી માનતી. પહેલીવાર જ્યારે મેં તેને રાંધીને ખવડાવ્યું ત્યારે તેણે તેના ખૂબ વખાણ કર્યા. તે ખૂબ જ સારી માલકીન હતી. તે કહે છે કે તેના દિલમાં પણ લાગણી હતી, પરંતુ શાઝિયા ગુસ્સે ના થાય એટલા માટે તે કઈ કહી શક્યો નહિ.

ફારુકે જણાવ્યું કે શાઝિયાએ તેમ શેર સંભળાવીને પ્રપોઝ કર્યું હતું. આ શેર વશી શાહનો હતો. “અપને અહેસાસ સે છું કર મુજે સંદલ કર દો, મેં કી સદીયો સે અધૂરા હું, મુક્કમલ કર દો, ન તુમ્હે હોશ રહે ઔર ના મુજે હોશ રહે, ઇસ કદર તૂટ કે ચાહો, મુજે પાગલ કર દો.” જ્યારે યુટ્યુબરે તેને પૂછ્યું કે શું કપલ વચ્ચે ઝઘડા થાય છે? તો બંનેએ હસતાં હસતાં એકબીજાની સામે જોયું અને કહ્યું કે હજી એવું નથી થયું. આ સાથે શાઝિયાએ કહ્યું કે શરૂઆતમાં નજીકના લોકોએ તેને ખૂબ ટોણા માર્યા હતા પરંતુ તેને વાંધો નહોતો.

Niraj Patel