સુરતમાં એક પરિવારે મહિલાને 22 વર્ષ સુધી ગોંધી રાખી, ત્યાં જઈને જોયું તો બધાના હોંશ ઉડી ગયા
ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે સાંભળી આપણે પણ ચોકી ઉઠીએ છીએ અને આપણુ લોહી પણ ઉકળી ઉઠે છે. હાલમાં સુરતમાંથી ખૂબ જ દયનીય કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરામાં આવેલ કર્મયોગી 1માં રહેતા એક 50 વર્ષિય વૃદ્ધાને પરિવારના સભ્યોએ જ ઘરમાં ગોંધી રાખ્યા હતા. તેઓ ખૂબ દયનીય હાલતમાં જોવા મળ્યા હતા. તેમને ના તો બરાબર જમવાનું મળી રહ્યુ છે અને ના તો તેમની દેખરેખ પરિવારના સભ્યો દ્વારા રાખવામાં આવી રહી છે. ત્યારે એવી માહિતી સામે આવી કે, વૃદ્ધા તેમના પતિ અને બે બાળકો સાથે રહે છે. (તમામ તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી)
પરંતુ બાળકો અને પતિમાંથી કોઇ પણ તેમની દેખરેખ રાખવા તૈયાર નથી. તેમની હાલત પરથી એવું લાગી રહ્યુ હતુ કે તેઓ 2 વર્ષથી નાહ્યા પણ નથી. આ વૃદ્ધાને વર્ષ 1998થી એટલે કે લગભગ 20-22 વર્ષથી અહીં ગોંધી રાખવામાં આવ્યા છે. એક એનજીઓને આ વાતની જાણ થતા સ્વયંસેવકો મહિલાને મુક્ત કરાવવા પહોંચ્યા હતા. એનજીઓના ટ્રસ્ટના સભ્યએ કહ્યુ કે, તેમને એવી માહિતી મળી છે કે પરિવારે તેમના એક ઘરમાં એક મહિલાને ગોંધી રાખી છે.
જે બાદ તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે વૃદ્ધાની સ્થિત ઘણી ખરાબ હતી. તેમનું ખાવાનું પીવાનું અને શૌચાલય બધુ જ એક જગ્યાએ હતુ. મહિલાના પતિએ કહ્યુ કે, તેઓ તો તેને મુક્ત કરવાના નથી અને સંતાનોએ કહ્યુ કે, અમારી માતા જયારે અમને મારતી હતી ત્યારે અમારી મદદે કોઇ આવ્યુ ન હતુ. તેઓ તેમના કર્મના ફળ ભોગવી રહ્યા છે. જો તેમને બળજબરીથી લઇ જવામાં આવશે તો તેમનું જ નુકશાન કરશે. ત્યારબાદ આ એનજીઓએ પણ પોલિસની મદદ લીધી.
આ બાબતે સામાજિક કાર્યકરનું કહેવુ છે કે, આ મહિલાના પરિવારના કોઇ પણ સભ્યો સાર સંભાળ લઇ રહ્યા નથી. તેઓ જાણે ખંડેરમાં રહેતા હોય તેવો તેમનો ઓરડો છે. ત્યાં સાફ સફાઇ પણ થતી નથી. હાલ તો આ વૃદ્ધાને મુક્ત કરાવવામાં આવ્યા છે અને તેમને સાપુતારા આશ્રમ ખાતે મોકલવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ વૃદ્ધ મહિલાએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, 25 સભ્યો રહે છે પણ હું એકલી રહું છું. કોઇ પણ મારુ ધ્યાન રાખતુ નથી અને હું એકલી જીવન ગજારી રહી છુ. ત્યારે સમાજિક સંસ્થાને ફરિયાદ મળતાંની સાથે જ આ વૃદ્ધાને મુક્ત કરાવવામાં આવ્યા હતા.