ખબર

ભરૂચ : મીઠી નિંદર માણતી 5 વર્ષની બાળકીને નિર્દય માતાએ જ ગળુ દબાવી મારી નાખી, પછી પતિને કહ્યુ એવું કે…

ભગવાને 3 દીકરીઓ આપી પણ એકેય બચી નહિ, આ નરાધમ ક્રુર માતાએ દીકરીની હત્યા કરી…વાંચી લોહી ઉકળી જશે

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ઘણા કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંઘ, લગ્નેતર સંબંધ કે પછી અન્ય કારણો હોય છે. ત્યારે હાલમાં એક એવો કિસ્સો ભરૂચમાંથી સામે આવ્યો, જેણે તો લોકોના હોંશ જ ઉડાવી દીધા. મુળ રાજસ્થાનના અને ઘણા વર્ષોથી ભરૂચમાં રહેતાં માનવરસિંગ રામસિંગ ચૌહાણને ભગવાને ત્રણ દીકરીઓ આપી પણ એકેય બચી નહીં. એક દીકરીનું જન્મના 20 દિવસ બાદ તો એકનું ત્રણ વર્ષે તો એકનું પાંચ વર્ષે મોત થઇ ગયું. જ્યારે પતિને જાણ થઇ કે તેની પાંચ વર્ષની દીકરી અંશુનું મોત કુદરતી નથી થયું પણ તેની પત્નીએ જ ગળુ દબાવીને તેની હત્યા કરી છે ત્યારે તે પોલિસ સ્ટેશન પહોંચ્યો અને પોલિસને સમગ્ર હકિકત જણાવી.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, માનવરસિંગ રામસિંગ ચૌહાણ અને તેમના મોટાભાઈ પરિવાર સાથે છેલ્લા 8 વર્ષથી ભરૂચમાં રહે છે. માનવરસિંગના લગ્ન મધ્યપ્રદેશની નંદની સાથે 8 વર્ષ પહેલા સમાજના રીતરીવાજ મુજબ થયા હતા. આ લગ્ન જીવનમાં પહેલા તો દંપતીને એક દીકરીનો જન્મ થયો પણ તેનું 20 દિવસ બાદ જ મોત નિપજ્યુ. જે બાદ બીજી એક દીકરીનો જન્મ થયો અને તેનું નામ તેઓએ અંશુ રાખ્યુ.

જે બાદ બે વર્ષ પછી બીજી એક દીકરી થઇ બંશુકા. જો કે, માનવરસિંગના મોટાભાઇને કોઇ સંતાન ન હતુ અને તેના કારણે અંશુને દત્તક આપી પણ જેની સાથે તે રહેતી તેને જ પપ્પા કહીને સંબોધતી અને બીજી બાજુ માનવરસિંગ અને નંદની વચ્ચે ઘરેલુ ઝઘડા વધતા ગયા અને હોળીનો તહેવાર આવતા તે પરિવાર સાથે રાજસ્થાન પોતાના વતનમાં ગયા. જ્યાં ત્રણ વર્ષની બંશુકાનું રહસ્યમય સંજોગોમાં મોત થયું અને તે બાદ તહેવારમાં માતમ છવાતાં તે પરિવાર સાથે પાછા ભરૂચ ફર્યા હતા.

તેમની દત્તક આપેલી દીકરી અંશુ માનવરસિંગના મોટાભાઇ સાથે રહેતી પણ ગઇકાલે કંઇક એવું થયુ કે જે બાદ તો આખો પરિવાર તહેસનહેસ થઇ ગયો. સવારના સમયે જ્યારે માનવરસિંગ કામધંધે ગયા ત્યારે નંદીનીએ ફોન કરીને કહ્યું-અંશુ આપણા ઘરે આવી છે અને પછી બપોરના સમયે મોટાભાઇએ ફોન કરીને જાણ કરી કે અંશુને કંઇક થઇ ગયું છે અને તે બોલતી નથીં. જે બાદ તેને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી પણ ડોક્ટરે અંશુને મૃત જાહેર કરી. જો કે, ડોક્ટરને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી.

આમ તો આકસ્મિક રીતે મોત થયાનું સામે આવ્યુ પણ અંશુના પિતા માનવરસિંગને શંકા ગઇ કે દાળમાં કંઇક કાળું છે. એ માટે તેમણે અંશુના મૃતદેહને ધ્યાનથી જોયો તો ગળાના ભાગે નિશાન હતા. જે બાદ તેનું પોસ્ટમોર્ટમ કરાવવાનું નક્કી થયું અને પછી તે બાદ ઘરે પરત ફરતા માનવરસિંગે તેમની પત્ની નંદીનીને પુછ્યું, સવારે બધુ બરાબર હતું, અંશુ બિમાર પણ નહોતી તો આ કંઇરીતે થયું ? પહેલા તો નિર્દય માતાએ ગલ્લા તલ્લા કર્યા અને કહ્યું કે, અંશુને ભુખ લાગી હતી અને તેને કારણે તેણે અંશુને ખવડાવીને સુવડાવી હતી,

જે બાદ તે તેને ઉઠાડી પણ ન ઉઠતા જેઠને જાણ કરી અને કહ્યુ કે, જોવો તો અંશુ ઉઠતી નથી. જો કે, પતિની કડકાઇથી પુછપરછ બાદ તે ભાંગી પડી અને હકીકત સ્વિકારતાં કહ્યું કે અવાર નવારના ઝઘડાથી કંટાળી જતા તેણે ત્રણેક મહિના પહેલાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, રણ પરિવારે મરવા ન દીધી એટલે અંશુને સાથે લઇને મરી જવું હતું એટલે તેની હત્યા કરી. ત્યારે હવે આ મામલે પોલિસે હત્યારી માતા સામે ગુનો દાખલ કર્યો છે અને આ પહેલા બે બાળકીઓના શંકાસ્પદ મોત નિપજ્યાં હતા, તેમાં તેનો હાથ હતો કે નહિ તેની પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.