ફક્ત 5 રૂપિયામાં આ ભાઈ મટર પનીરથી લઈને છાપ મસાલા ખવડાવી રહ્યો છે, વીડિયો જોઈને તમારા દિમાગના તાર હલી જશે, જુઓ

આ ભાઈની માર્કેટિંગ સ્કિલ જોઈને તમે પણ હેરાન રહી જશો, 5 રૂપિયામાં ભરપેટ જમવાની થાળી આપતો હતો, વીડિયોમાં અંતમાં એવું કહ્યું કે, લોકો બોલ્યા.. “આ ખરો વેપારી…” જુઓ વીડિયો

5 Rupee Thali Video Goes Viral : સોશિયલ મીડિયામાં ખાણીપીણીને લગતા ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ 5 રૂપિયામાં એક પ્લેટ જમવાનું આપી રહ્યો છે, ત્યારે આજના સમયમાં જયારે 5 રૂપિયામાં 1 રોટલી પણ નથી મળતી ત્યારે આ ભાઈ કેવી રીતે 5 રૂપિયામાં જમાડે છે એ જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા.

5 રૂપિયા પ્લેટ :

શું કોઈ 5 રૂપિયામાં મટર પનીર, ચાપ મસાલા, રોટલી અને અથાણાં-સલાડની પ્લેટ પીરસે? મોંઘવારીના આ જમાનામાં 5 રૂપિયામાં આટલું બધું મેળવવાની કોઈ કલ્પના પણ ન કરી શકે. ભાઈ, સમોસાના પણ 5 રૂપિયા નથી, થાળી તો છોડો. તેથી, સોશિયલ મીડિયા પર જ્યારે જનતાએ કોઈ વ્યક્તિને બૂમો પાડતા અને પાંચ રૂપિયામાં આવી થાળી વેચતા જોયા, ત્યારે લોકો તેને ખાવા માટે તેની દુકાને દોડી જાય છે. પરંતુ વિડિયોના અંતે દુકાનદારનું માર્કેટિંગ જોઈને ફૂડ બ્લોગર પણ દંગ રહી ગયા.

વીડિયોના અંતે જોવા મળ્યો તર્ક :

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ વારંવાર ‘પાંચ રૂપિયાની પ્લેટ’ કહી રહ્યો છે. વ્યક્તિનું એમ પણ કહેવું છે કે 5 રૂપિયાની થાળી પીરસવામાં આવી રહી છે. આ થાળીમાં વ્યક્તિ સલાડ, અથાણું, ચાપ મસાલો, મટર પનીર, રોટલી અને વરિયાળી પણ આપે છે. વ્યક્તિ પૂછે છે કે તમે આટલું સસ્તું કેમ ખવડાવો છો? આના પર તે વ્યક્તિ કહે છે – મને ફક્ત લોકોના પ્રેમની જરૂર છે. પરંતુ અંતે તેણે ખુલાસો કર્યો કે તમારે પહેલા 5 રૂપિયા ચૂકવવા પડશે અને પછી જમ્યા પછી તમારે 55 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

લોકોએ આપી પ્રતિક્રિયા :

એકંદરે આ થાળીની કિંમત 60 રૂપિયા છે. વ્યક્તિ ચિડાઈ જાય છે અને પૂછે છે કે પહેલા 5 રૂપિયા અને પછી 55 રૂપિયા આપવા પડે છે તેવો શું તર્ક છે. તેના પર તે વ્યક્તિ કહે છે કે તે આવું એટલા માટે કરી રહ્યો છે કે લોકો અમારી સાથે આવીને ખાવાનું ખાય. આ વીડિયો @desimojito દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં લાહો લોકો જોઈ ચુક્યા છે, તેમજ સેંકડો યુઝર્સે કોમેન્ટ પણ કરી છે. એક વ્યક્તિએ લખ્યું આ થાળી 60 રૂપિયામાં પણ ખરાબ નથી. ઘણા લોકો તેના માટે 100 રૂપિયા ચાર્જ કરે છે.

Niraj Patel