વિશ્વભરમાં એવા ઘણા ગામો છે, જે અમુક ચોક્કસ કારણોસર ખૂબ જ પ્રખ્યાત છે. કેટલાક ગામો તેમની સ્વચ્છતા માટે પ્રખ્યાત છે, જ્યારે કેટલાક ગામો તેમની સુંદરતા માટે જાણીતા છે. પરંતુ આજે આપણે આવા જ કેટલાક ગામો વિશે જણીશું, જે સુંદરતાની સાથે સાથે વિચિત્ર કારણોસર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ ગામો વિશે જાણ્યા પછી, તમે આશ્ચર્યચકિત થઈ જશો.
કુંગ-ફુ ગામ
ચીનના તિયાન્ઝુમાં એક ગામ છે, જે ‘કુંગ-ફુ વિલેજ’ તરીકે ઓળખાય છે. અહીંના લોકો તેમની કુશળતાને કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ ગામમાં ભાગ્યે જ કોઈ હશે જે કુંગ-ફુ જાણતો ન હોય. તમને જણાવી દઈએ કે દુનિયાભરના લોકો આ ગામમાં આવે છે અને અહીંના લોકોને મળે છે અને જેને કુંગ-ફુ શીખવું હોય તે પણ શીખે છે. કૂંગ-ફુ માર્શલ આર્ટનો એક પ્રકાર છે, જે ચીનમાં ખૂબ જ લોકપ્રિય છે.
વાદળી ગામ
સ્પેનમાં જુજકાર નામનું એક ગામ છે, જે સંપૂર્ણપણે વાદળી છે, એટલે કે અહીં દરેકના ઘર વાદળી રંગના છે. એવું કહેવાય છે કે વર્ષ 2011 માં, કેટલાક લોકોએ અહીં 3ડી ફિલ્મ માટે તેમના ઘરોને વાદળી રંગથી રંગાવ્યા હતા. આ પછી, ધીરે ધીરે ગામના તમામ લોકોએ તેમના ઘરોને વાદળી બનાવી દીધા.
ઇટાલીનું અનોખું ગામ
ઇટાલી તેની સુંદરતા માટે વિશ્વભરમાં જાણીતું છે. આવું જ એક ગામ વિગાનેલા છે, જે મિલાન શહેરની એક ઉંડી ખીણના તળિયે આવેલું છે. આ ગામ સંપૂર્ણપણે ખીણોથી ઘેરાયેલું છે અને તે એટલી ઉંડાઈમાં આવેલું છે કે શિયાળામાં લગભગ ત્રણ મહિના સુધી સૂર્યપ્રકાશ જોવા મળતો નથી. તેથી જ ગામના કેટલાક એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સે મળીને એક મોટો અરીસો બનાવ્યો છે, જેના દ્વારા રિફ્લેક્ટ થઈને સૂર્યપ્રકાશના કિરણો ગામ સુધી પહોંચે છે અને આખા ગામને સૂર્યપ્રકાશ મળે છે. આ કારણે લોકો કહે છે કે આ ગામનો પોતાનો સૂર્ય છે.
રસોઈયાઓનું ગામ
સામાન્ય રીતે કોઈ પણ ઘરમાં રસોડું સંભાળવાની જવાબદારી મહિલાઓની હોય છે. પરંતુ ભારતમાં એક એવું ગામ છે, જ્યાં સેંકડો વર્ષોથી માત્ર પુરુષો જ રસોડું સંભાળે છે. કલાયુર નામનું આ ગામ પુડુચેરીથી લગભગ 30 કિમી દૂર સ્થિત છે, જેને લોકો ‘વિલેજ ઓફ કૂક્સ’ તરીકે પણ ઓળખે છે.
એક કિડનીવાળું ગામ
નેપાળનું હોક્સે ગામ ‘એક કિડનીવાળુ ગામ’ તરીકે પ્રખ્યાત છે. અહીં લગભગ દરેક વ્યક્તિ માત્ર એક કિડનીની મદદથી જીવે છે. લોકોએ તેમની એક કિડની કાઢીને વેચી દીધી છે. એવું કહેવાય છે કે તેને માનવ અંગોનો વેપાર કરતા લોકો દાણચોરોએ પૈસાની લાલચ આપી હતી અને કહ્યું હતું કે કિડની ફરી વધશે. આ જ કારણ છે કે આ ગામનું નામ ‘કિડની વેલી’ રાખવામાં આવ્યું છે.