ચાલતી ગાડી ઉપર ચઢીને આ યુવકો કરવા લાગ્યા ડાન્સ, વીડિયો ચઢી ગયો પોલીસના હાથે પછી કાન પકડીને કરવા લાગ્યા ભાઈ બાપા, જુઓ

આજકાલ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ઘણા લોકો એવા એવા કાંડ કરતા હોય છે કે તે તેમના માટે મુસિબતનું કારણ પણ બની જતા હોય છે, કોઈ રિવોલ્વર લઈને રસ્તા ઉપર નીકળે છે તો કોઈ ચાર રસ્તા ઉપર ડાન્સ કરતું જોવા મળે છે, જો કે આવા લોકોના વીડિયો વાયરલ થતા પોલીસ પણ તેમને બરાબરના પાઠ ભણાવે છે, હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.

દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ચાલુ સફેદ અર્ટિગા કારની છત પર બે યુવકોનો ડાન્સ કરવાનો વીડિયો શનિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોના આધારે કાર્યવાહી કરીને કવિનગર પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 20 હજાર રૂપિયાનું ચલણ કાપીને કાર પણ જપ્ત કરવામાં આવી છે.

પોલીસના હાથે ઝડપાયા બાદ પાંચેય યુવકોએ હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારી અને કાન પકડીને પોલીસ સ્ટેશનમાં ઉઠક બેઠક કરવાનું શરૂ કર્યું. આ મામલો લાલ કુઆન વિસ્તાર પાસે નેશનલ હાઈવે-9નો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર એક અર્ટિગા વાહનમાં પાંચ યુવકો પહોંચ્યા અને બે યુવકો ચાલતી કારની છત પર ચઢી ગયા અને ડાન્સ કરવા લાગ્યા. એક યુવક બોનેટ પર ચડી ગયો અને ડાન્સ કરવા લાગ્યો. તો ત્યાં જ, વીડિયોમાં બહાર ઊભેલો એક યુવક હાથમાં દારૂની બોટલ લઈને ડાન્સ કરતો જોવા મળે છે.

તેની હરકત જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો 32 સેકન્ડનો છે. વાયરલ વીડિયોની નોંધ લેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને પાંચેય યુવકોની ધરપકડ કરી હતી. આ સાથે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 20 હજાર રૂપિયાનું ચલણ કાપીને કાર પણ જપ્ત કરવામાં આવી છે.

કવિનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આનંદ મિશ્રાએ જણાવ્યું કે આ ઘટના 1 એપ્રિલની છે. આ કેસમાં પાંચ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. તમામ બમહાટા ગામના રહેવાસી છે અને તેઓ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. યુવકોએ કાન પકડીને માફી માંગી અને આગળ આવું ન કરવાનું કહ્યું. પોલીસના જણાવ્યા અનુસાર યુવકનો જન્મદિવસ હોવાથી તેમાંથી એક યુવક તેના કાકાની કાર માંગીને લઈ આવ્યો હતો.

Niraj Patel