ખેડામાં રાધાને પતિ સહિત પરિવારના 6 સભ્યોએ ભેગા મળી મોતને ઘાટ ઉતારી દીધી, આ કામમાં પતિની પ્રેમિકા પણ…

ખેડાનો સૌથી હચમચાવી દેતો બનાવ: પતિ સહિત પરિવારના છ સભ્યોએ પરિણીતાને મોતને ઘાટ ઉતારી દીધી; કારણ સાંભળીને ભાવુક થઇ જશો

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં અંગત અદાવત, પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે પછી ઘરકંકાસ કારણ હોય છે. ઘણીવાર પત્ની દ્વારા પતિની તો ઘણીવાર પતિ દ્વારા પત્નીની હત્યાના કિસ્સાઓ પણ સામે આવે છે. હાલમાં ખેડાના ઉમિયાપુરા ગામની સીમમાં ગંગાકુઈ જવાના રોડની બાજુમાં આવેલ કેનાલના પાળા બાજુના રોડ પર સોમવાર રાતના આઠ વાગ્યાના આસપાસ એક યુવતીનો હત્યા કરાયેલી હાલતમા લાશ મળી આવી હતી. જે બાદ ચકચાર મચી ગઇ હતી. જાણકારી મળતા ખેડા શહેર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી. આ હત્યાનો 24 કલાકમાં જ પર્દાફાશ થયો હતો.

યુવતીના માથાના ભાગે હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેના કારણે તેનું મોત નિપજ્યુ હતુ. તપાસમાં યુવતી પરિણીત ‌હોવાનું સામે આવ્યુ અને તેના જમણા હાથે અંગ્રેજીમાં RLPP લખેલું હતુ. આ ઉપરાંત તેના ઉપરના ભાગે ચાર સ્ટાર દોરેલા હોવાનું પણ જાણવા મળ્યું હતું. ત્યારે ખેડા શહેર પોલીસે આ મામલે અજાણ્યા ઇસમો વિરુદ્ધ હત્યા તેમજ પુરાવાના નાશનો ગુનો નોંધી મહિલા પીએસઆઇ અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મૃતક મહિલા ખેડા કેમ્પમાં રહેતા રાજુ રમેશ દેવીપૂજકની પત્ની રાધા ઉર્ફે લખી હોવાનું સામે આવ્યુ હતું.મૃતકના પતિ, દિયર, દેરાણી તથા નણંદ, નણંદોઈએ અને મદદગારી કરનાર પતિના મિત્ર એમ 6 લોકોએ મહિલાની ઠંડા કલેજે હત્યા કરી હતી અને લાશને ફેકી દીધી હતી.

પોલીસે હત્યારાઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સોમવારના રોજ રાત્રે ખેડાના ઉમિયાપુરા ગામની સીમમાં ગંગાકુઈ જવાના રોડની બાજુમાં આવેલ કેનાલના પાળા બાજુના રોડ પર ખેડા કેમ્પમાં રહેતા રાજુ રમેશ દેવીપુજકની પત્ની રાધા ઉફે લખીની લાશ મળી આવી હતી. તપાસમાં એ સામે આવ્યુ કે, મૃતક રાધાબેનનો પતિ રાજુ દેવીપુજકના અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ હતા અને આ વાત હોવા છત્તાં તે પત્ની પર વહેમ રાખતો હતો. રોજબરોજ આને લઇને પતિ પત્ની વચ્ચે ઘરકંકાશ પણ થતો હતો.

પોલિસને જાણ થતા તે રાજુ રમેશ દેવીપૂજકને ઉઠાવી લાવી અને તેની કડક પૂછપરછ કરી જેમાં તે ભાંગી પડ્યો અને પોપટની જેમ તેણે પત્નીની હત્યાનો ગુનો કબૂલી લીધો.પુછપરછમાં આરોપી રાજુએ જણાવ્યું કે, ઘર કંકાસને લઈ પત્ની સાથે ઝઘડો થયો હતો. ત્યારે આ દરમિયાન નજીકમાં રહેતા પોતાના સગા નાનાભાઈ મહેશ ઉર્ફે શૈલેષ રમેશ દેવીપુજક તેની પત્ની કાજલ મહેશ દેવીપુજક, બેન પૂનમ ઉર્ફે જબુ અશોક ભનુ દેવીપુજક તેમજ મહેમદાવાદ ટેકરીયા ખોડીયાર પૂરામાં રહેતા બનેવી દિનેશ ચંદુ દેવીપુજક ભેગા મળી રાધા ઉર્ફે લખીની ઘરમાં પૂરી લોખંડની કોશ તેમજ ધારિયાના બે રહેમી પૂર્વક ઘા જીકી ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. જે બાદ બધા પોતપોતાના ઘરે જતા રહ્યા હતા.

Shah Jina